For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોન્સુન અપડેટઃ કોંકણ, ગોવા, કેરળ, આસામ, મેઘાલયમાં ભારે વરસાદ

કેરળ અને કર્ણાટકમાં ચોમાસાની સ્થિતિ સક્રિય થવાની સંભાવના થતા હળવાથી ભારે વરસાદ પડી શકે છે.

|
Google Oneindia Gujarati News

કેરળ અને કર્ણાટકમાં ચોમાસાની સ્થિતિ સક્રિય થવાની સંભાવના થતા હળવાથી ભારે વરસાદ પડી શકે છે. જ્યારે કોંકણ અને ગોવા, વિદર્ભ, છત્તીસગઢ, સબ હિમાલયન પશ્ચિમ બંગાળ અને આસામના અમુક ભાગોમાં તેમજ અંદમાન અને નિકોબારમાં ચોમાસાની સામાન્ય સ્થિતિ બની રહી છે.

monsoon

હવામાન વિભાગના બુધવારના સમાચારમાં આગાહી કરવામાં આવી હતી કે નબળા ક્રોસ ઈક્વેટોરિયલ ફ્લો, મેડન જુલિયન ઓસ્સીલેશન (એમજેઓ) ના સક્રિય તબક્કાના પ્રતિકૂળ સ્થાન, પૂર્વીય વિષુવવૃત, મધ્ય અને પૂર્વ પેસિફિક મહાસાગર, પશ્ચિમ ગોળાર્ધ અને આફ્રિકામાં તેમજ ઉત્તરપશ્ચિમ પેસિફિક મહાસાગરમાં લો પ્રેશર ડેવલપ થવાના કારણે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ છેલ્લા એક સપ્તાહથી આગળ વધી શક્યુ નથી. તેમછતાં 24 જૂનથી ચોમાસુ સક્રિય થવાની સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ચોમાસામાં વરસાદની વહેંચણી કોંકણ અને ગોવાના દૂરના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ જ્યારે કેરળ, કોસ્ટલ કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આસામ અને મેઘાલય તેમજ અંદમાન અને નિકોબાર ટાપુઓ પર ભારે વરસાદ પડવાની સંભાવના છે.

તેમાં વધુમાં ઉમેરવામાં આવ્યુ હતુ કે પૂર્વ બિહાર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, કોસ્ટલ આંધ્રપ્રદેશ, રાયલસીમા, તેલંગાના અને તમિલનાડુ અને પુડુચેરીમાં પવન અને વીજળી સાથે વાવાઝોડુ આવવાની સંભાવના છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે પૂર્વ બિહાર, ઝારખંડ, ગંગેટીક પશ્ચિમ બંગાળ, ઓડિશા અને કોસ્ટલ આંધ્રપ્રદેશના એક કે બે ભાગોમાં હિટ વેવ થવાની સંભાવના છે.

English summary
monsoon update heavy rain likely over konkan goa assam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X