For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Monsoon Update: આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના, હવામાન વિભાગનું રેડ એલર્ટ

મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે પરિસ્થિતિ ગંભીર છે. શિવપુરી અને શિયોપુર જિલ્લામાં સોમવારે બે લોકોના મોત થયા હતા, શિવપુરી જિલ્લાના ત્રણ ગામોના કેટલાક લોકો પૂરના પાણીમાં ફસાયા છે.

By By Desk
|
Google Oneindia Gujarati News

મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે પરિસ્થિતિ ગંભીર છે. શિવપુરી અને શિયોપુર જિલ્લામાં સોમવારે બે લોકોના મોત થયા હતા, શિવપુરી જિલ્લાના ત્રણ ગામોના કેટલાક લોકો પૂરના પાણીમાં ફસાયા છે. જેને લઈને સોમવારે સાંજે સેનાના હેલિકોપ્ટર દ્વારા બચાવકાર્ય શરૂ કરાયુ હતુ. હાલ સ્થિતિ એવી છે કે શિવપુરી શહેરના ઘણા વિસ્તારોમાં પાણીથી ભરાયેલા છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં મધ્યપ્રદેશના 25 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અને રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

આ રાજ્યોમાં વરસાદની સંભાવના

આ રાજ્યોમાં વરસાદની સંભાવના

આજે યુપી, રાજસ્થાન, હરિયાણા, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ, નાગાલેન્ડ, મણિપુરમાં હળવા વરસાદની સંભાવના છે. આ સિવાય બિહાર, ઉત્તરાખંડ, હિમાચલ, હરિયાણા, પંજાબ, આંદામાન-નિકોબાર અને ગોવામાં ભારે વરસાદની સંભાવના છે.

રાજસ્થાનના 14 જિલ્લાઓમાં સામાન્ય અને ભારે વરસાદની સંભાવના

રાજસ્થાનના 14 જિલ્લાઓમાં સામાન્ય અને ભારે વરસાદની સંભાવના

રાજસ્થાનમાં સતત વરસાદને પગલે રાજ્યના રાજ્ય ઓછા વરસાદની શ્રેણીમાંથી એક અઠવાડિયામાં સામાન્ય વરસાદની શ્રેણીમાં આવી ગયુ છે. અત્યાર સુધીમાં રાજ્યના 33 જિલ્લામાંથી 14 જિલ્લામાં સરેરાશ અને 10 જિલ્લામાં સરેરાશથી વધુ વરસાદ નોંધાયો છે. રાજસ્થાનમાં 1 જૂનથી 2 ઓગસ્ટ દરમિયાન કુલ 263.08 મીમી વરસાદ નોંધાયો છે. રાજ્યના 727 ડેમમાંથી 39 ડેમ સંપૂર્ણપણે ભરાયા છે જ્યારે 330 ડેમ આંશિક રીતે ભરાયા છે અને 336 ડેમ હજુ પણ ખાલી છે.

વરસાદના કારણે જનજીવન પ્રભાવિત

વરસાદના કારણે જનજીવન પ્રભાવિત

કેટલાક સ્થળોએ ભારે વરસાદના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે અને જળબંબાકારના કારણે અનેક સ્થળોએ સંપર્ક ખોરવાયો છે. આગામી 36 થી 48 કલાક દરમિયાન, જયપુર, ભરતપુર, કોટા વિભાગના જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ ભારે અને અતિ ભારે વરસાદની પ્રબળ સંભાવના છે.

ઉત્તર પ્રદેશના કેટલાત જિલ્લાઓમાં વરસાદ

ઉત્તર પ્રદેશના કેટલાત જિલ્લાઓમાં વરસાદ

ઉત્તર પ્રદેશમાં સક્રિય ચોમાસાને કારણે, ઘણી જગ્યાએ મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે, જ્યારે કેટલાક સ્થળોએ પવન સાથે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે 3 ઓગસ્ટે કેટલાક સ્થળોએ પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

ઓગસ્ટમાં વરસાદન આ સ્થિતી રહેશે

ઓગસ્ટમાં વરસાદન આ સ્થિતી રહેશે

આ ઉપરાંત કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા, રાયલસીમા, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર-પૂર્વ રાજ્યો અને બિહારમાં ઓગસ્ટમાં સામાન્ય કરતા વધારે વરસાદ પડી શકે છે. દિલ્હીમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે.

English summary
Monsoon Update: The meteorological department has issued a red alert for the possibility of heavy rains in these states
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X