For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોન્સુન અપડેટઃ તટીય મહારાષ્ટ્ર, ગોવામાં આજે અતિ ભારે વરસાદ

ગઈકાલે મહારાષ્ટ્રમાં ચોમાસાનો પ્રારંભ થયા બાદ આજે રાજ્યના તટીય ભાગો, મુંબઈ અને ગોવામાં અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. તટીય કર્ણાટક, ગોવા અને દક્ષિણ મહારાષ્ટ્રમાં પહેલેથી જ વરસાદની સ્થિતિ સર્જાઈ છે.

|
Google Oneindia Gujarati News

ગઈકાલે મહારાષ્ટ્રમાં ચોમાસાનો પ્રારંભ થયા બાદ આજે રાજ્યના તટીય ભાગો, મુંબઈ અને ગોવામાં અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. તટીય કર્ણાટક, ગોવા અને દક્ષિણ મહારાષ્ટ્રમાં પહેલેથી જ વરસાદની સ્થિતિ સર્જાઈ છે. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં પ્રશાસન કોઈ પણ ઈમરજન્સીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એલર્ટ પર છે. ભારતીય હવામાન વિભાગની આગાહીના પગલે બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) કર્માચારીઓના વીકેન્ડ પણ રદ કરી દેવામાં આવ્યા છે.

monsoon

ભારતીય હવામાન વિભાગની સમાચારમાં આજે કહેવામાં આવ્યુ છે કે મધ્ય અરબ સાગર, ગોવાના બાકીના ભાગો, કર્ણાટક અને રાયલસીમા, દક્ષિણ કોંકણના અમુક ભાગો, દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, વિદર્ભ, દક્ષિણ છત્તીસઢ અને દક્ષિણ ઓડિશા, સમગ્ર તેલંગાના, તટીય આંધ્રપ્રદેશના મોટાભાગો, પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીના બાકીના ભાગો અને ઉત્તર બંગાળની ખાડી ચોમાસુ વધુ આગળ વધ્યુ છે.

તેમાં વધુમાં ઉમેરવામાં આવ્યુ છે કે અરબ સાગરના અમુક ભાગ, મહારાષ્ટ્રના બાકીના ભાગો, દક્ષિણ ગુજરાતના અમુક ભાગ, મધ્યપ્રદેશના દક્ષિણ ભાગ, છત્તીસગઢ અને ઓડિશાના બીજા વધુ ભાગો, પશ્ચિમ બંગાળ અને સિક્કિમના અમુક ભાગો, ઉત્તરપૂર્વીય રાજ્યોના બાકીના ભાગો અને બંગાળની ખાડીમાં આવતા 48 કલાકમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસા માટે પરિસ્થિતિ સર્જાઈ છે.

monsoon

ગુરુવારે સાંજે પ્રી-મોન્સુનના કારણે મુંબઈમાં સામાન્ય જનજીવર ખોરવાયુ હતુ. ફ્લાઈટ તેમજ લોકલ ટ્રેનો તેના સમય કરતા મોડી ચાલી રહી હતી. હવામાન વિભાગે દિવસ દરમિયાન સાંતાક્રૂઝમાં 39 મીમી અને કોલાબામાં 27.6 મીમી વરસાદ નોંધ્યો હતો.

તટીય મહારાષ્ટ્ર અને ગોવામાં વધુ વરસાદને પગલે પરિસ્થિતિ સંવેદનશીલ બની શકે છે. ભારતીય હવામાન વિભાગ મુજબ રત્નાગિરી, સિંધુદૂર્ગ, મુંબઈ, થાણે, રાયગઢ અને પાલઘર ક્ષેત્રમાં 9 જૂને ભારે વરસાદની સંભાવના છે. આવી જ આગાહી 10 અને 11 જૂન માટે મુંબઈ અને તેના આસપાસના વિસ્તારો, કોંકણના છ જિલ્લાઓમાં પણ કરવામાં આવી છે.

મુંબઈના લોકો 1916 અને મુંબઈની બહારના લોકો ઈમરજન્સીની પરિસ્થિતિમાં 1077 નંબર ડાયલ કરીને મદદ મેળવી શકે છે.

ભારતીય હવામાન વિભાગની ચોમાસાના વરસાદની વહેંચણી અંગેની આગાહી મુજબ મધ્ય ભારતમાં 'સામાન્ય' વરસાદ પડશે જ્યારે દક્ષિણ પેનીન્સુલા-કર્ણાટક, તેલંગાના, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં 'સામાન્યથી ઓછો' વરસાદ પડી શકે છે.

monsoon

ઉત્તર પૂર્વ ભારતમાં આ સમયગાળા દરમિયાન સૌથી ઓછો વરસાદ (સામાન્યથી ઓછો) પડવાની આશા છે. દેશભરમાં માસિક વરસાદ જુલાઈ મહિનામાં લોંગ પીરિયડ એવરેજ (એલપીએ) ના 101 ટકા અને ઓગસ્ટ મહિનામાં લોંગ પીરિયડ એવરેજ (એલપીએ) ના 94 ટકા થવાની સંભાવના છે - બંનેમાં 9 ટકા વધતી ઓછી આદર્શ ભૂલ સાથે.

લોંગ પીરિયડ એવરેજ (એલપીએ) ના 90% - 96% વચ્ચેનો કોઈપણ વરસાદ 'સામાન્યથી ઓછો' ગણાય જ્યારે લોંગ પીરિયડ એવરેજ (એલપીએ) ના 96% - 104% વચ્ચેનો કોઈપણ વરસાદ 'સામાન્ય' ગણાય. વળી, લોંગ પીરિયડ એવરેજ (એલપીએ) ના 90% થી ઓછો થાય તો તે વરસાદ 'ખામીયુક્ત' ગણાય અને જો વરસાદ લોંગ પીરિયડ એવરેજ (એલપીએ) ના 104%-110% હોય તો તે 'સામાન્યથી વધુ' ગણાય. લોંગ પીરિયડ એવરેજ (એલપીએ) ના 110% થી વધુ વરસાદ 'વધારે વરસાદ' ગણાય છે.

English summary
monsoon update very heavy railfall likely coastal maharashtra goa today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X