For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોન્સુન અપડેટ્સઃ કર્ણાટક બાદ હવે તમિલનાડુ તરફ આગળ વધ્યુ ચોમાસુ

દક્ષિણ-પશ્ચિમ મોનસુન કર્ણાટકના કેટલાક ભાગો બાદ હવે તમિલનાડુ-પુડુચેરીના બાકીના ભાગોમાં આગળ વધી રહ્યુ છે. જેના કારણે આજે હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન બેંગલુરુ સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા

|
Google Oneindia Gujarati News

દક્ષિણ-પશ્ચિમ મોનસુન કર્ણાટકના કેટલાક ભાગો બાદ હવે તમિલનાડુ-પુડુચેરીના બાકીના ભાગોમાં આગળ વધી રહ્યુ છે. જેના કારણે આજે હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન બેંગલુરુ સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે.

rain

ભારતીય હવામાન વિભાગ મુજબ આગામી 48 કલાકમાં મધ્ય અરબ સાગરના કેટલાક ભાગો, દક્ષિણ-પશ્ચિમ મોનસુન આગળ વધવાની સ્થિત અનુકૂળ છે. જેના કારણે તેલંગાના, આંધ્રપ્રદેશના કાંઠાના વિસ્તાર અને મધ્ય બંગાળની ખાડીમાં મોનસુન પોતાના નિયત સમયે પહોંચવાની આશા છે.

monsoon

તોફાન સાથે વરસાદ થવાની સંભાવના

વિભાગ મુજબ આગામી 24 કલાકમાં નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, દક્ષિણ કોંકણ, ગોવા, કર્ણાટક, રાયલસીમા, કેરળ, લક્ષદ્વીપ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, બિહાર, ઉત્તરપ્રદેશ, ઉતરાખંડ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, કોંકણ ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, વિદર્ભ, છત્તીસગઢમાં આંધી તોફાન સાથે ભારે વરસાદ થવાની સંભાવના છે.

monsoon

તમે સેટેલાઈટ ઈમેજ દ્વારા વાદળોની સ્થિતિ જોઈ શકો છો. આ તસવીરો ભારતીય હવામાન વિભાગ તરફથી જારી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં કર્ણાટક, કેરળ, અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ, લક્ષદ્વીપ, ગોવા રાયલસીમા અને આંતરિક કર્ણાટકના ઘણા ભાગોમાં ભારે વરસાદ થયો છે.

આ પહેલા મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં પ્રી-મોન્સુને આફત સર્જી છે. ભારતીય હવામાન વિભાગે કહ્યુ છે કે આગામી 3-4 દિવસ આ જ રીતે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.

English summary
monsoon updates sw monsoon advanced karnataka tn rains expected in bengeluru
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X