For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોન્સુન અપડેટઃ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ મધ્ય ભારત તરફ આગળ વધ્યુ

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ઉત્તર તરફ આગળ વધી રહ્યુ છે અને ટૂંક સમયમાં જ મધ્ય ભારતને કવર કરી લેશે તેમ ભારતીય હવામાન વિભાગના સમાચારમાં જણાવવામાં આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ઉત્તર તરફ આગળ વધી રહ્યુ છે અને ટૂંક સમયમાં જ મધ્ય ભારતને કવર કરી લેશે તેમ ભારતીય હવામાન વિભાગના સમાચારમાં જણાવવામાં આવ્યુ છે. આસામના બાકીના ભાગો, મહારાષ્ટ્રના અમુક વધુ ભાગો, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગો, ઝારખંડ, બિહાર અને મધ્યપ્રદેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાને આગળ વધવા માટેની સ્થિતિ અનુકૂળ બનતા 23 થી 25 જૂન સુધીમાં વરસાદ પડવાની સંભાવના છે.

rain

ચોમાસાનું સર્ક્યુલેશન 24 જૂનથી સુધરે તેવી સંભાવના છે (1) મેડન જુલીઅન ઓસ્કીલેશન(એમજેઓ) ના સક્રિય તબક્કાની સંભવિત મુવમેન્ટથી આગામી 2-3 દિવસમાં પશ્ચિમ ઈક્વેટોરિયલ હિંદ મહાસાગર અને અરબ સાગર આસપાસના ભાગો (2) પૂર્વ ભારતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન ડેવલપ થતા ગંગાના મેદાનોમાં ઈસ્ટર્લી પવનો થાય છે. આમ, જમ્મુ કાશ્મીર, મધ્યપ્રદેશ, ઝારખંડ, આસામ અને મેઘાલય, કોસ્ટલ આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, મધ્ય મહારાષ્ટ્ર અન ઓડિશામાં આજે 11.30 થી 17.30 કલાક સુધીમાં વાવાઝોડુ આવવાની સંભાવના છે તેમ ભારતીય હવામાન વિભાગના આજના અપડેટમાં જણાવવામાં આવ્યુ છે.

sat image

પૂર્વ ભારતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન ડેવલપ થવાની સંભાવના છે જે ગંગાના મેદાનોમાં ઈસ્ટર્લી પવનોને વધુ સબળ બનાવે છે.

ગુરુવારે ભારતની રાજધાનીમાં સવાર વાદળછાયી હતી તેમજ લઘુત્તમ તાપમાન 30.9 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ હતુ જે સિઝનની એવરેજ કરતા ત્રણ ડિગ્રી વધારે છે તેમ હવામાન વિભાગે જણાવ્યુ હતુ. હવામાન વિભાગની આગાહીમાં જણાવવામાં આવ્યુ છે કે આ ચોમાસામાં વરસાદની વહેંચણી મધ્ય ભારતમાં સામાન્ય વરસાદ જ્યારે દક્ષિણ પેનિન્સુલા -કર્ણાટક, તેલંગાના, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં સામાન્યથી ઓછો વરસાદ પડી શકે છે.

sat image

આ સમયગાળા દરમિયાન ઉત્તરપૂર્વ ભારતમાં ઓછો વરસાદ (સામાન્યથી ઓછો) પડવાની સંભાવના છે. દેશભરમાં માસિક વરસાદ જુલાઈ મહિનામાં લોંગ પીરિયડ એવરેજ (એલપીએ) ના 101 ટકા, ઓગસ્ટ મહિના દરમિયાન એલપીએના 94 ટકા - ઓછા વત્તા અંશે 9 ટકા આદર્શ ભૂલ સાથે. એલપીએના 90-96 ટકા સામાન્યથી ઓછો વરસાદ જ્યારે એલપીએના 96-104 ટકા સામાન્ય વરસાદ ગણાય છે. એલપીએના 90 ટકાથી ઓછો વરસાદ ખામીયુક્ત વરસાદ જ્યારે એલપીએના 104-110 ટકા વરસાદ સામાન્યથી વધુ વરસાદ ગણાય છે. 110 ટકાથી વધુ વરસાદ વધારાનો વરસાદ ગણાય છે.

English summary
monsoon update sw monsoon advances towards central india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X