For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો આજે ચૂંટણી થાય તો NDAને 321 સીટ મળે, મોદી સૌથી પોપ્યુલર નેતા

મોદીના સરકારનો આ બીજો કાર્યકાળ છે. પોતાના પહેલા કાર્યકાળમાં પીએમ મોદીએ કેટલાય વડા ફેસલા લીધા જેણે માત્ર ભારત જ નહિ દુનિયાને પ્રભાવિત કરી. પીએમ મોદીએ વર્ષ 2014માં પહેલીવાર દેશના વડાપ્રધાન પદના શપથ લીધા હતા, ત્યારથી લઈ અત્

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારનો આ બીજો કાર્યકાળ છે. પોતાના પહેલા કાર્યકાળમાં પીએમ મોદીએ કેટલાય વડા ફેસલા લીધા જેણે માત્ર ભારત જ નહિ દુનિયાને પ્રભાવિત કરી. પીએમ મોદીએ વર્ષ 2014માં પહેલીવાર દેશના વડાપ્રધાન પદના શપથ લીધા હતા, ત્યારથી લઈ અત્યાર સુધી કેન્દ્ર સરકારે પાડોસી ખતરો, આતંકવાદ, અર્થવ્યવસ્થા અને કોરોના વાયરસ મહામારી જેવા પડકારોનો સામનો કરવો પડ્યો. આ બધાની વચ્ચે મોદી સરકારે કેટલાય ફેસલા લીધા જેનાતી પીએમ મોદીની લોકપ્રિયતામાં ઉતાર ચઢાવ જોવા મળ્યો. જો વર્તમાનમાં લોકસભા ચૂંટણી થાય છે તો શું પીએમ મોદીનો જાદૂ ફરીથી ચાલશે? કેટલાય લોકોના મનમાં આ સવાલ ઉઠી રહ્યો છે.

74 ટકા લોકોની પહેલી પસંદ છે પીએમ મોદી

74 ટકા લોકોની પહેલી પસંદ છે પીએમ મોદી

હાલમાં જ સામે આવેલ ઈન્ડિયા ટૂડેના Mood Of The Nation ઓપિનિયન પોલમાં દેશની જનતાએ પીએમ મોદીને લઈ પોતાનું મંતવ્ય શેર કર્યું છે. આ સર્વે મુજબ આજે પણ પીએ મોદીનો જાદુ વર્ષ 2014 જેવો જ યથાવત છે, વર્તમાનમાં ચૂંટણી થાય તો દેશમાં ફરીથી તેઓ જ વડાપ્રધાન બનશે. સર્વેનું માનીએ તો પીએમ મોદીના કામકાજથી દેશની 74 ટકા જનતા ખુશ છે, જો કે 2020માં કરાયેલા સર્વેની સરખામણીએ સંખ્યા થોડી ઓછી થઈ છે. 2021માં 74 ટકા લોકોએ માન્યું કે તેમને પીએમ મોદીનું કામ બહુ સારું લાગ્યું.

ભાજપને 291 સીટ મળવાનું અનુમાન

ભાજપને 291 સીટ મળવાનું અનુમાન

સર્વે મુજબ જો 2021માં લોકસભા ચૂંટણી થાય તો પીએમ મોદી દેશના વડાપ્રધાન બનશે. સર્વે મુજબ વર્તમાનમાં ભાજપ પોતાના દમ પર સરકાર બનાવી શકે છે. ભાજપને 291 સીટ મળવાનું અનુમાન છે. જ્યારે કોંગ્રેસના ખાતામાં 51 અને અન્યોને 201 સીટ મળવાનું અનુમાન છે. વોટ ટકાવારીને જોતાં ભાજપને 37 ટકા વોટ, કોંગ્રેસને 19 ટકા અને અન્યોને 44 ટકા વોટ મળવાનું અનુમાન છે.

30 ટકા લોકોએ ગણાવ્યું શ્રેષ્ઠ

30 ટકા લોકોએ ગણાવ્યું શ્રેષ્ઠ

જણાવી દઈએ કે ઓપિનિયન પોલમાં જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે તમે પીએમ મોદીના કામકાજને કેવું આંકો છો, તો આના જવાબમાં 30 ટકા લોકોએ કહ્યું કે પીએમ મોદીનું કામ સારું રહ્યું, જ્યારે 44 ટકા લોકોએ પોતાના મંતવ્યમાં પીએમ મોદીના કામને શ્રેષ્ઠ ગણાવ્યું. આવી જ રીતે જોવામાં આવે તો કુલ 74 ટકા લોકો પીએમ મોદીના કામથી ખુશ જોવા મળ્યા. 2020ની સરખામણીએ પીએમ મોદીની લોકપ્રિયતામાં 4 ટકાની ગિરાવટ પણ આવી છે. 2020માં પીએમ મોદીના કામકાજથી 78 ટકા લોકો ખુશ હતા.

17 ટકા લોકોને પીએમ મોદીનું કામ પસંદ ના આવ્યું

17 ટકા લોકોને પીએમ મોદીનું કામ પસંદ ના આવ્યું

2021ના ઓપિનિયન પોલમાં અમુક એવા લોકો પણ હતા જેઓ મોદીના કામથી બહુ ખુશ નથી. દેશના 17 ટકા લોકોએ પોતાનો મંતવ્ય આપ્યો કે પીએમના રૂપમાં નરેન્દ્ર મોદીએ એવરેજ કાર્ય કર્યું. જ્યારે 6 ટકા લોકો એવા પણ હતા જેઓ પીએમ મોદીના કામથી બિલકુલ સંતુષ્ટ નથી. સર્વે મુજબ પીએમ મોદી સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં લોકપ્રિય છે, જ્યાં 81 ટકા જનતા તેમને પસંદ કરે છે. આવી રીતે પીએમ મોદીને દક્ષિણમાં 63 ટકા લોકો, પૂર્વોત્તરમાં 74 ટકા જ્યારે ઉત્તર ભારતમાં 77 ટકા લોકો પીએમ મોદીના કામકાજને શ્રેષ્ઠ માને છે.

બીજા તબક્કામાં PM અને મુખ્યમંત્રીઓને મૂકાશે કોરોનાની રસી, જનતાને મજબૂત સંદેશ આપશે સરકારબીજા તબક્કામાં PM અને મુખ્યમંત્રીઓને મૂકાશે કોરોનાની રસી, જનતાને મજબૂત સંદેશ આપશે સરકાર

English summary
Mood of The Nation Poll indicates that NDA could win 321 seats if loksabha election happens today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X