અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે મોરારી બાપુ 5 કરોડનું દાન આપશે
અમદાવાદઃ 5 ઓગસટે અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ થનાર છે, જેની જોરશોરથી તૈયારીઓ થઇ રહી છે, આ દરમિયાન લોકપ્રિય કથા વાચક મોરારી બાપુએ રામમદિર માટે 5 કરોડ રૂપિયાના દાનનું એલાન કર્યું છે, ભાવનગરના તલગાજરડામાં રામકથા સંભળાવતા મોરારી બાપુએ કહ્યું કે રામ જન્મભૂમિ માટે 5 કરોડ રૂપિયા અહીંથી મોકલવામાં આવશે, જે પ્રભુ શ્રી રામના ચરણમાં એક તુલસીપત્રના રૂપમાં ભેટ હશે અને તે બાદ આપણા આશ્રમ ચિત્રકૂટ ધામ તલગાજડા તરફથી પણ મંદિર નિર્માણ માટે 5 કરોડ રૂપિયા આપવામાં આવશે.

મોરારી બાપુનુ એલાન, 5 કરોડનું દાન
જણાવી દઇએ કે અગાઉ વિશ્વ હિન્દૂ પરિષદે જણાવ્યું હતું કે મંદિર નિર્માણને લઇ આખા દેશના હિન્દુઓ પાસેથી પૈસા એકત્ર કરવામાં આવશે, ઉલ્લેખનીય છે કે શિલાન્યાસ માટે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ઓગસ્ટે અયોધ્યા પહોંચશે.

વિશ્વ હિન્દુ પરિષદે આ અપીલ કરી
જણાવી દઇએ કે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ અને વિશ્વ હિન્દુ પરિષદે 5 ઓગસ્ટે અયોધ્યા અને રાજ્યભરમાં દિવાળી જેવા સમારોહની યોજના બનાવી છે. વિશ્વ હિન્દુ પરિષદે સૂર્યાસ્ત બાદ ઘરો, સોસાયી, ગામ, બજાર, મઠ-મંદીરો અને આશ્રમોને દીવાઓથી સજાવવાની અપીલ કરી છે. અયોધ્યામાં સંતોએ સ્થાનિક લોકોને આ દિવસે દિવાળી મનાવી ભૂમિપૂજન કરવાનું આહ્વાન કર્યું છે. રામ મંદિરના સ્થાપના દિવસ અને ભૂમિપૂજન માટે વિહિપે 9 ઓગસ્ટથી રાજ્યભરમાં 8 દિવસીય સમારોહની યોજના બનાવી છે.

અયોધ્યાને અમે ભારત અને વિશ્વનું ગૌરવ બનાવીશુંઃ આદિત્યનાથ
અગાઉ યુપીના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું હતું કે અમે અયોધ્યાને ભારત અને વિશ્વનું ગૌરવ બનાવશું. સ્વચ્છતા પહેલી શરત હોવી જોઇએ. અયોધ્યા માટે આત્મ-અનુશાસનના માધ્યમથી પોતાની ક્ષમતાને સાબિત કરવાનો અવસર છે જેવી રીતે દુનિયા આને જોવાની ઉમ્મીદ કરે છે. તેમણે કહ્યું કે, એક શુભ કાર્યક્રમ માટે અમે બધા એકસાથે આવશું. 4-5 ઓગ્ટી રાતે તમામ ઘરો અને મંદિરોમાં દીપોત્સવ થશે. દીવાળી અયોધ્યાથી જોડાયેલી છે અને અયોધ્યા વિના તહેવારની કલ્પના પણ ના કરી શકાય.
સ્કૂલની ફી ભરવા માટે ધોતો હતો કાર, ઝૂંપડીમાં ભણીને 12 CBSEમાં લાવ્યો 92%