For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અયોધ્યામાં મોરારી બાપૂએ સેક્સ વર્કરોને સંભળાવી રામ કથા, મચી બબાલ

અયોધ્યામાં મોરારી બાપૂએ સેક્સ વર્કરોને સંભળાવી રામ કથા, બબાલ

|
Google Oneindia Gujarati News

અયોધ્યાઃ રામનગરીમાં શનિવારથી આયોજિત સંત મોરારી બાપૂની રામકથાને લઈ વિરોધના સ્વર ઉઠી રહ્યા છે. અયોધ્યાના કેટલાક સંતોએ શુક્રવારે મોરારી બાપૂ દ્વારા સેક્સ વર્કરોને કથા સંભળાવવાને લઈને પોતાનો વિરોધ નોંધાવતા તેમની કથાને રદ કરવાની માગણી કરી છે.

રામકથાનું આયોજન

રામકથાનું આયોજન

જણાવી દઈએ કે રામકથાનું આયોજન બડા ભક્તમાલા મંદિરની રામઘાટ પરિક્રમા સ્થિત બગીચામાં કરવામાં આવ્યું છે. રામકથા 30 ડિસેમ્બર સુધી ચાલશે. આ રામ કથામાં મુંબઈની સેક્સ વર્કરોને પણ બોલાવવામાં આવી છે. આ વખતે રામકથા સેક્સ વર્કરો પર આધારિત હશે. જેને લઈ અયોધ્યામાં વિરોધ શરૂ થઈ ગયો છે.

વિરોધ થયો

વિરોધ થયો

મોરારી બાપૂ તરફથી કથાનો વિષય માનસ 'ગણિકા' નિર્ધારિત કરવાની સાથે જ મુંબઈથી સેક્સ વર્કરોને અયોધ્યા બોલાવવા પર તેમના આયોજનનો મુખ્ય વિરોધ શરૂ થઈ ગયો છે. કથાકાર વ્યાસ મહંત પવન દાસ શાસ્ત્રીએ મીડિયાને કહ્યું કે મોરારી બાપૂ કેટલીય વાર અયોધ્યા આવ્યા તેમનું સ્વાગત થયું. પરંતુ આ વખતે જે કરવા જઈ રહ્યા છે તે સનાતન ધર્મની વર્જનાઓને તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ સેક્સ વર્કરનું જીવન સ્તર સુધારવા માગે છે તો જેમના પૈસા કથામાં વાપરી રહ્યા છે તે રૂપિયા સેક્સ વર્કરોમાં વહેંચી દે તેમનું જીવન સુધારવા માટે. ગણિકાઓનું હ્રદય પરિવર્તન કરવું હોય તો તેમના ક્ષેત્રમાં જાઓ, અયોધ્યા જ કેમ પસંદ કર્યું.

અયોધ્યામાં યોજાઈ કથા

અયોધ્યામાં યોજાઈ કથા

જ્યારે કથાવાચક મોરારી બાપૂએ કહ્યું કે અયોધ્યા ભગવાન રામની નગરી લોકોના જીવન ઉદ્ધાર કરનાર નગરી છે. તેમની જ નગરીમાં રામચરિતમાનસની કથાનો પ્રસંગ યોજવો અને સેક્સ વર્કરોનું આવવું તેમના જીવનમાં બદલાવ લાવવાના સંકેત આપે છે. શ્રી રામની કૃપાથી આ ગણિકાઓના જીવનમાં બદલાવ આવશે અને ઈશ્વર આ ગણિકાઓનો ઉદ્ધાર કરશે.

અનુપમ ખેરનું નસીરુદ્દીન પર નિશાનઃ હજુ કેટલી આઝાદી જોઈએ તમારે?અનુપમ ખેરનું નસીરુદ્દીન પર નિશાનઃ હજુ કેટલી આઝાદી જોઈએ તમારે?

English summary
Moraru Bapu narrated the Ramakatha in Ayodhya
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X