
ફ્રાંસથી આજે ભારત પહોંચશે વધુ 3 રાફેલ ફાઈટર જેટ, વચમાં ઈંધણ ભરશે યુએઈ
નવી દિલ્લીઃ ભારતને બુધવારે વધુ ત્રણ રાફેલ ફાઈટર જેટ મળશે જે અંબાલામાં ગોલ્ડન એરો સ્ક્વૉડ્રનમાં શામેલ થશે. આ ફાઈટર જેટ સીધા ફ્રાંસથી ઉડાન ભરશે અને તેમને યુએઈ દ્વારા મધ્ય-હવામાં ઈંધણ ભરવાની સુવિધા આપવામાં આવશે. આ વિમાનો આજે સાંજે 7 વાગે ગુજરાતમાં ઉતરવાની સંભાવના છે. આ ત્રણ રાફેલ ફાઈટર જેટ વિમાનો સાથે ભારત પાસે હવે કુલ મળીને 14 રાફેલ વિમાન થઈ જશે. વળી, 9 રાફેલ વિમાનોની આગલી ખેપ એપ્રિલમાં મળશે જેમાંથી 5ને પશ્ચિમ બંગાળના હશિમારા એરબેઝ પર તૈનાત કરવામાં આવશે.
ભારતમાં ફ્રાંસના રાજદૂત ઈમેનુએલ લેનિને મંગળવારે કહ્યુ કે એપ્રિલના અંત સુધી પાંચ વધુ રાફેલ જેટ ભારત પહોંચાડવામાં આવશે. તેમણે કોચિમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યુ કે, 'અમને એ વાત પર ગર્વ છે કે અમે નક્કી સમય સીમા કરતા પહેલા જ રાફેલ જેટ વિમાન ભારતને પહોંચાડી દીધા.' આધુનિક ટેકનિકથી લેસ આ વિમાનોને ગયા વર્ષના જુલાઈ-ઓગસ્ટમાં ભારતીય સેનામાં શામેલ કરવામાં આવ્યા હતા.
વિમાનને પૂર્વ લદ્દાખ અને અન્ય મોરચા પર ચીન સામે પેટ્રોલિંગ માટે તૈનાત કરવામાં આવ્યા છે. ભારતનો ફ્રાંસ સાથે વર્ષ 2016માં 36 રાફેલ વિમાનોની ખરીદીનો સોદો થયો હતો જેમાંથી 50 ટકા વિમાન એપ્રિલના અંત સુધીમાં ભારતને મળી જશે. આધુનિક ટેકનિકથી લેસ રાફેલ જળ, ભૂમિ અને વાયુમાં સફળતાપૂર્વક અભિયાનને પૂરુ કરવામાં સક્ષમ છે.
રાષ્ટ્રપતિ-PM બાદ હવે પાક સંરક્ષણ મંત્રી કોરોના સંક્રમિત