For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં માથુ ઉચકતો કોરોના, 24 કલાકમાં 38 હજારથી વધુ કેસ અને 560 લોકોના મોત

છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 38 હજારથી વધુ કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આંકડા જાહેર કરતાં કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 38,079 નવા કેસ મળી આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે ત્યારે છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 38 હજારથી વધુ કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આંકડા જાહેર કરતાં કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 38,079 નવા કેસ મળી આવ્યા છે. જ્યારે 560 લોકોનાં મોત નીપજ્યાં છે. નોંધપાત્ર વાત એ છે કે, આ અઠવાડિયે મંગળવારે કોરોના કેસમાં 118 દિવસ પછી મોટો ઘટાડો થયો હતો, જ્યારે દૈનિક કેસો 31443 નોંધાયા હતા, પરંતુ છેલ્લા 4 દિવસ દરમિયાન આ સંખ્યા ફરી વધી છે.

Coronavirus

આ બધી વાતમાં રાહતની વાત છે કે દેશમાં કોરોનાના દર્દીઓનો રિકવરી દર સતત વધી રહ્યો છે અને 97.31 ટકા પર પહોંચ્યો છે. રિકવરી વધતા કોરોનાના સક્રિય કેસ ઘટીને માત્ર 4,24,025 રહ્યા છે. દેશમાં કોરોનાના કુલ 44,20,21,954 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી છેલ્લા દિવસે 19,98,715 સેમ્પલ ટેસ્ટ માટે મોકલાયા છે.

શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે, કોરોના પ્રતિબંધોને હળવા કરવામાં આવી રહ્યા છે તેમ તેમ લોકોમાં માસ્કનો ઉપયોગ પણ ઓછો થઈ રહ્યો છે. આ વિશે વધુ વિગતો આપતાં કેન્દ્રીય આરોગ્ય સચિવ લવ અગ્રવાલે કહ્યું, 'મે અને જુલાઈ વચ્ચે લોકોમાં માસ્કના ઉપયોગમાં મોટો ઘટાડો થયો છે. જો આપણે આંકડા જોઈએ તો માસ્કના ઉપયોગમાં 74 ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે. આવી વર્તણૂકથી ફરી એકવાર કોરોના વાયરસેને ફેલાવાની તક મળી શકે છે. આપણે સમજવું પડશે કે માસ્કનો ઉપયોગ આપણા બધા માટે હવે વ્યૂ સામાન્ય નોર્મલ છે અને આપણે તેનો સ્વીકાર કરવો પડશે.

English summary
More than 38,000 cases and 560 deaths in 24 hours in the country
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X