For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાવાયરસ વિશ્વ આખાના 40 લાખના જીવ ભરખી ગ્યો

કોરોનાવાયરસ વિશ્વ આખાના 40 લાખના જીવ ભરખી ગ્યો

|
Google Oneindia Gujarati News

કોરોનાવાયરસ મહામારીએ સમગ્ર વિશ્વનું જનજીવન જોખમમાં નાખી દીધું છે. આ બીમારી અત્યાર સુધીમાં વિશ્વભરના 40 લાખથી વધુ લોકોના જીવ ભરખી ગઈ છે. કેટલાય દેશ હજી પણ પોતાની વસ્તીના હિસાબે કોરોનાની વેક્સીન એકઠી કરવાનો સંઘર્ષ કરી રહ્યા છે. જો કે અમેરિકા, બ્રિટન જેવા દેશોમાં કોરોનાના નવા મામલા અને મૃતકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે પરંતુ કોરોનાના નવા વેરિયન્ટ ડેલ્ટાને પગલે કેટલાય દેશ વેક્સીનની કમીનો સામનો કરી રહ્યા છે. કોરોનાથી શરૂઆતના પહેલા જ વર્ષમાં 20 લાખ લોકોના મોત મોત થયાં પરંતુ જે બાદ માત્ર 166 દિવસમાં બીજા 20 લાખ લોોકના મોત થયાં છે. ભારત, અમેરિકા, બ્રાઝીલ, રશિયા અને મેક્સીકોએ સૌથી વધુ નાગરિકો ગુમાવ્યા છે.

coronavirus

કોરોનાથી થયેલ મૃત્યુમાના 50 ટકા મોત એકલા અમેરિકા, ભારત, બ્રાઝીલ અને મેક્સીકોમાં થયાં છે, જ્યારે પેરૂ, હંગ્રી, બોસ્નિયા, ચેક રિપબ્લિક અને જિબ્રાલ્ટરમાં કોરોનાથી મૃત્યુદર સૌથી વધુ છે. માર્ચ મહિના બાદ લૈટિન અમેરિકાના દેશમાં કોરોનાનો પ્રકોપ સૌથી તેજ જોવા મળી રહ્યો છે, અહીં દરેક 100માંથી 43 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે. બોલિવિયા, ચિલી, ઉરુગ્વેમાં કોરોનાના સૌથી વધુ મામલા 25 વર્ષથી 40 વર્ષના લોકો વચ્ચે સામે આવી રહ્યા છે. બ્રાઝીલના સાઉ પાલોમાં આઈસીયૂમાં 80 ટકા બેડ કોરોના દર્દીઓથી ભરેલાં છે.

ભારત અને બ્રાઝીલ એવા દેશ છે જ્યાં દરરોજ સૌથી વધુ લોકો કોરોનાથી જીવ ગુમાવી રહ્યા છે. પાછલા સાત દિવસના એવરેજની વાત કરીએ તો કોરોનાએ અહીં કહેર મચાવ્યો છે, અહીં લોકોના અંતિમ સંસ્કાર માટે જગ્યા મળવી પણ મુશ્કેલ છે. દુનિયાભરમાં કોરોનાથી દરરોજ મૃત્યુ પામતા લોકોની વાત કરીએ મૃત્યુ પામનાર દરેક ત્રીજો વ્યક્તિ ભારતનો છે. કેટલાક હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે દુનિયાભરમાં કોરોનાથી મૃત્યુ પામનારની સંખ્યા ઘટાડીને રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. જ્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પાછલા મહિને આંકલન કર્યું હતું કે અસલીમાં કોરોનાથી મૃત્યુ પામનાર લોકોના આંકડા ક્યાંય વધુ છે.

English summary
more than 4 million people died world wide due to coronavirus, every 3rd person in indian
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X