For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેરળમાં બ્રેકથ્રૂ ઈન્ફેક્શનના 40,000થી વધુ મામલા, કોરોનાની ત્રીજી લહેરની આશંકા

કેરળમાં બ્રેકથ્રૂ ઈન્ફેક્શનના 40,000થી વધુ મામલા, કોરોનાની ત્રીજી લહેરની આશંકા

|
Google Oneindia Gujarati News

કેરળમાં કોરોનાવાયરસના મામલા સતત વધી રહ્યા છે. આ દરમિયાન એક ચિંતાની વાત એ પણ છે કે કેરળમાં 40 હજારથી વધુ બ્રેકથ્રૂ ઈન્ફેક્શનના મામલા પણ સામે આવ્યા છે. જે બાદ કેરળમાં કોરોનાવાયરસનો નવો વાયરસ ફેલાયો હોવાની આશંકા જતાવાઈ રહી છે.

CORONAVIRUS

જો કોઈ વાયરસ વેક્સીન લીધા બાદ પણ સંક્રમિત થાય તો તેને બ્રેકથ્રૂ ઈન્ફેક્શન કહેવાય છે. કેરળના 9 જિલ્લામાં 40 હજારથી વધુ આવા મામલા સામે આવી ચૂક્યા છે. એવામાં સરકારી સૂત્રોનું કહેવું છે કે કેરળમાં કોરોનાવાયરસના મ્યૂટેશનની આશંકાનો ઈનકાર ના કરી શકાય.

ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે દેશભરમાં 1 લાખથી વધુ બ્રેકથ્રૂ ઈન્ફેક્શનના મામલા સામે આવ્યા છે, જેમાંથી 40 હજારથી વધુ મામલા એકલા કેરળમાં જ છે.

હાલમાં જ કેરળનો પ્રવાસ કરીને પરત આવેલી કેન્દ્રની ટીમ સાથે જોડાયેલા સૂત્રોએ જમાવ્યું કે, 'વેક્સીન આપ્યા પછી અને સાજા થયા બાદ ફરીથી સંક્રમિત થવા પાછળનું મુખ્ય કારણ વાયરસનો નવો મ્યૂટેશન હોય શકે છે, જે લોકોની ઈમ્યૂનિટી કમજોર કરી રહ્યો છે.'

સરકારી સૂત્રોએ જણાવ્યું કે જીનોમ સીક્વેંસિંગ માટે આવા તમામ દર્દીઓના સેમ્પલ માંગવામાં આવ્યાં છે, જેથી જાણી શકાય કે આખરે વેક્સીન ઈમ્યૂનિટી અને નેચરલ ઈમ્યૂનિટીને પણ માત આપી રહ્યો છે તેવો કયો નવો મ્યૂટેશન છે.

શું ડેલ્ટા વેરિયન્ટમાં જ બદલાવ થઈ રહ્યો છે? આ સવાલના જવાબમાં સૂત્રએ કહ્યું કે કદાચ નવો વેરિયન્ટ છે. જો કે જીનોમ સીક્વેંસિંગ બાદ જ તે જાણી શકાશે. સૂત્રોએ જણાવ્યું કે સ્વાસ્થ્ય મંત્રાલયે કેરળથી બ્રેકથ્રૂ ઈન્ફેક્શનના તમામ 40,000 દર્દીઓના સેમ્પલ માંગ્યાં છે, જેથી જીનોમ સીક્વેંસિંગ દ્વારા જલદી જ જાણી શકાય, અને સ્વાસ્થ્ય મંત્રાલયની વધુ એક ટીમ 15 ઓગસ્ટ બાદ કેરળનો ફરીથી પ્રવાસ કરી શકે છે.

દેશના 50 ટકા નવા કેસ કેરળથી

મંગળવારે દેશભરમાં કોરોનાના 38,353 નવા કેસ સામે આવ્યા છે, જેમાંથી અડધા કેસ એકલા કેરળમાં મળ્યા છે. કેરળમાં ગતરોજ 21,119 નવા મામલા સામે આવ્યા હતા. એટલું જ નહીં, મંગળવારે દેશમાં 497 દર્દીઓનાં મોત થયાં છે, જેમાંથી 152 દર્દી કેરળના હતા. કેરળમા ંસૌથી વધુ 1.72 લાખ એક્ટિવ કેસ છે.

English summary
More than 40,000 breakthrough found from only kerala
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X