12 વર્ષમાં 500થી વધુ છોકરીઓની છેડતી કરનારનું આ છે કબૂલનામું

Written By:
Subscribe to Oneindia News

આ આરોપીનું કબૂલનામું વાંચીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો. આ 38 વર્ષના દરજીએ સ્વીકાર્યું છે કે, તેણે 12 વર્ષમાં 500થી વધુ છોકરીઓની જાતિય સતામણી કરી છે. દિલ્હી પોલીસે બે સગીર બાળાઓ સાથે છેડછાડ કરવાના આરોપ હેઠળ આ દરજીની ધરપકડ કરી છે. તેને 14 દિવસની કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે.

શાળાએ જતી છોકરીઓને નિશાન બનાવતો

શાળાએ જતી છોકરીઓને નિશાન બનાવતો

પોલીસના જણાવ્યા મુજબ આરોપી સુનીલ રસ્તોગીએ જાતે કબૂલ કર્યું છે કે, અત્યાર સુધીમાં તેણે લગભગ 500 સગીર યુવતીઓની છેડતી કરવાનો પ્રયત્ન કર્યો છે. વર્ષ 2006માં આવા જ એક આરોપ હેઠળ તે ઉત્તરાખંડના રૂદ્રપુરમાં 6 મહિના માટે જેલ પણ જઇ ચૂક્યો છે. પોલીસે જણાવ્યું કે, આ આરોપીએ દિલ્હી, પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની છોકરીઓને નિશાન બનાવી છે. તે મોટેભાગે એ છોકરીઓને નિશાના પર લેતો જે શાળાએથી ઘરે પરત ફરી રહી હોય.

2004માં પહેલી વાર ફસાયો હતો

2004માં પહેલી વાર ફસાયો હતો

દિલ્હી પોલીસે રસ્તોગીની 6 મામલે ધરપકડ કરી છે. જેમાંથી ત્રણ દિલ્હી, 2 રૂદ્રપુર અને એક બિલાસપુર જિલ્લાનો બનાવ છે. આશ્ચર્યની વાત તો એ છે કે આવો રીઢો અપરાધી આટલા સમય સુધી છૂટો ફરી રહ્યો હતો, જ્યારે કે એની વિરુદ્ધ કેસ પણ દાખલ થઇ ચૂક્યો છે. વર્ષ 2004માં તેણે દિલ્હીના મયૂર વિહારમાં એક સગીર વયની છોકરી સાથે છેડછાડ કરવાની કોશિશ કરી હતી. તે સમયે આ રસ્તોગી નામના વ્યક્તિને તેના પરિવાર સહિત એ વિસ્તારમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો.

13 ડિસેમ્બરના રોજ બાળકી સાથે કરી હતી છેડછાડ

13 ડિસેમ્બરના રોજ બાળકી સાથે કરી હતી છેડછાડ

13 ડિસેમ્બરના રોજ શાળાએથી પાછી ફરતી 10 વર્ષની બાળકી સાથે છેડછાડ થઇ હોવાનો મામલો સામે આવતા આ આરોપીને પોલીસ શોધી રહી હતી. પહેલાં તો બાળકીએ ઘરવાળાને કંઇ નહોતું કહ્યું, પરંતુ તેનો વ્યવહાર બદલાયેલો લાગતા, જ્યારે તેને પ્રેમથી પૂછવામાં આવ્યું ત્યારે તેણે સંપૂર્ણ ઘટનાની જાણકારી આપી હતી.

12 જાન્યુઆરીએ અન્ય 2 બાળાઓ સાથે છેડછાડની કોશિશ

12 જાન્યુઆરીએ અન્ય 2 બાળાઓ સાથે છેડછાડની કોશિશ

12 જાન્યુઆરીના રોજ ન્યૂ અશોક નગર વિસ્તારમાંથી 2 બાળકીઓના અપહરણની વાત સામે આવી હતી. 9 અને 10 વર્ષની બંન્ને બાળકીઓ ટ્યૂશન ક્લાસમાંથી ઘરે પાછી ફરી રહી હતી ત્યારે રસ્તોગીએ તેમને નવા કપડા આપાવવાની લાલચ આપી ફસાવી હતી. તે બંન્ને બાળકીઓને એક નિર્માણાધીન બિલ્ડિંગની નીચે લઇ ગયો હતો અને તેમની છેડતી કરવાની કોશિશ કરી હતી. વિરોધમાં બાળકીઓએ ચીસો પાડતા તે ભાગી નીક્ળ્યો હતો.

2004થી આવા દુષ્કૃત્યો કરી રહ્યો છે

2004થી આવા દુષ્કૃત્યો કરી રહ્યો છે

ડીસીપી ઓમવીર સિંહ બિશ્નોઇએ કહ્યું કે, અમે ન્યૂ અશોક નગર પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર સંદીપની આગેવાની હેઠળ એક ટીમ બનાવી હતી, આ ટીમની મદદથી રસ્તોગીને કોંડલી વિસ્તારમાંથી પકડી પાડવામાં આવ્યો. પૂછપરછ દરમિયાન રસ્તોગીએ ખુલાસો કર્યો કે, તે વર્ષ 2004થી આવા દષ્કૃત્યો કરતો આવ્યો છે. તે પોતાના પરિવાર સાથે 1990માં દિલ્હી આવ્યો હતો અને એક દરજીની દુકાનમાં પોતાના પિતાની મદદ કરતો હતો. તેણે થોડો સમય મયૂર વિહાર વિસ્તારમાં પણ એક દુકાનમાં કામ કર્યું હતું.

ખેતરમાં કામ કરતી યુવતીની છેડતી માટે થઇ હતી જેલ

ખેતરમાં કામ કરતી યુવતીની છેડતી માટે થઇ હતી જેલ

પોલીસ પૂછપરછમાં રસ્તોગીએ જણાવ્યું કે, વર્ષ 2006માં ઉત્તરાખંડના રૂદ્રપુરના ખેતરમાં કામ કરતી એક છોકરીની છેડતી કરવા બદલ પોલીસે તેની ધરપકડ કરી હતી અને તેને 6 મહિના જેલમાં રહેવું પડ્યું હતું. તેના પરિવારને રૂદ્રપુરમાંથી કાઢી મુકવામાં આવ્યું હતું અને તેઓ બિલાસપુરમાં ભાડાના એક મકાનમાં રહેવા લાગ્યા હતા. તે ઘણીવાર વિકએન્ડમાં કામ શોધવા દિલ્હી આવતો હતો. તે પહેલા બાળકીઓને બરાબર ઓળખતો અને પછી તેમને કોઇ વસ્તુની લાલચ આપી સુમસામ જગ્યાએ લઇ જઇ તેમની છેડતી કરતો. જો છોકરીઓ બૂમો પાડે તો એ તેમને ત્યાં જ છોડીને ભાગી નીકળતો.

English summary
More than 500 minor girls were abused in 12 years claimed arrested tailor.
Please Wait while comments are loading...