For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુપ્રીમ કોર્ટનો અડધાથી વધુ સ્ટાફ કોરોનાથી સંક્રમિત, પોતાના ઘરોમાંથી સુનાવણી કરશે જજ

સમાચાર અનુસાર સુપ્રીમ કોર્ટના 50 ટકાથી વધુ કર્મચારી કોરોનાથી સંક્રમિત છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આખો દેશ કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. કોરોનાના વધતા કેસોમાં છેલ્લા ઘણા દિવસોથી રેકૉર્ડ વધારો જોવા મળ્યો છે. એવામાં દેશની સર્વોચ્ચ અદાલત પણ બચી શકી નથી. સમાચાર અનુસાર સુપ્રીમ કોર્ટના 50 ટકાથી વધુ કર્મચારી કોરોનાથી સંક્રમિત છે. આના કારણે સુપ્રીમ કોર્ટના જજોએ પોત-પોતાના ઘરોમાંથી કેસોની સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે.

SC

સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલ નોટિસ મુજબ આ દરમિયાન સુપ્રીમ કોર્ટ પરિસરને સેનિટાઈઝ કરવામાં આવશે અને બધી બેંચ પોતાના નિર્ધારિત સમયથી 1 કલાક મોડી બેસશે. નોટિસ મુજબ જે બેંચ 10.30 વાગે બેસે છે તે 11.30 વાગે અને જે બેંચ 11 વાગે બેસે છે તે બપોરે 12 વાગે બેસશે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 168912 નવા કેસ સામે આવ્યા છે જ્યારે આ દરમિયાન 904 લોકોના મોત થઈ ગયા. આ પહેલા રવિવારે દેશમાં કોરોનાના 170195 કેસ સામે આવ્યા હતા કે જે શનિવારે મળેલા 1.52 લાખ કેસોથી 11.6% વધુ હતા. દેશના અલગ અલગ રાજ્યોમાંથી રોજ કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. કોવિડથી સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં જોવા મળ્યા છે.

કોરોનાને કાબુમાં કરવા માટે દેશભરમાં રસીકરણ અભિયાન ઝડપથી ચાલી રહ્યુ છે. લોકોને આના પ્રત્યે જાગૃત કરવા માટે રવિવારે પીએમ મોદીએ દેશમાં રસી ઉત્સવની પણ શરૂઆત કરી. જે હેઠળ હોસ્પિટલોને ઉપરાંત સરકારી અને ખાનગી ઑફિસોમાં પણ યોગ્ય ઉમેદવારોનુ રસીકરણ કરવામાં આવી રહ્યુ છે.

કોરોનાનો કહેર યથાવત, રેકૉર્ડ 1.68 લાખ નવા કેસ, 904ના મોતકોરોનાનો કહેર યથાવત, રેકૉર્ડ 1.68 લાખ નવા કેસ, 904ના મોત

English summary
More than half of Supreme Court staff infected with Corona, judges will hear from their homes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X