For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તર પ્રદેશના એક ગામમાંથી મળ્યા જીવંત મોર્ટાર, લોકોમાં ભયનો માહોલ

ઉત્તર પ્રદેશના એક ગામમાંથી મળ્યા જીવંત મોર્ટાર, લોકોમાં ભયનો માહોલ

|
Google Oneindia Gujarati News

મૈનપુરીઃ ઉત્તર પ્રદેશના મૈનપુરીના બેવર ક્ષેત્રમાં તળાવ કાંઠે જીવંત મોર્ટાર મળતાં સમગ્ર ગામમાં હડકંપ મચ્યો છે. શનિવારે બપોરે લગભગ દોઢ વાગ્યે ગામના કેટલાંક બાળકો તળાવમાં માછલી પકડવા માટે ગયા હતા ત્યારે જ એમણે એક અજીબ ચીજ જોઈ હતી જેને તેઓ ગામમાં લઈ આવ્યા હતા. સૂચના મળતાની સાથે જ પોલીસ ગામમાં પહોંચી ગઈ હતી અને જપ્ત કરાયેલ વસ્તુ વિશે જાણકારી એકત્રિત કરી. જ્યારે એક અધિકારીએ તે વસ્તુ જોઈ તો તેમણે જણાવ્યું કે આ રૉકેટ લોંચરમાં ઉપયોગમાં લેવાતો જીવંત મોર્ટાર છે. જે સાંભળીને સૌકોઈનો હોશ ઉડી ગયા હતા.

જીવંત મોર્ટાર મળ્યો

જીવંત મોર્ટાર મળ્યો

સૂચના મળતાની સાથે ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મોર્ટાર જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે સમગ્ર ગામમાં ભયનો માહોલ બની ગયો છે કે આખરે આર્મી હથિયારથી ચલતો આ ગોળો તળાવ કિનારે કઈ રીતે પહોંચ્યો?

પોલીસે મોર્ટાર જપ્ત કર્યો

પોલીસે મોર્ટાર જપ્ત કર્યો

સમગ્ર મામલો મૈનપુરીના વેવર સ્ટેશનનો છે, જ્યાં ગામ કોઆટાંડામાં કેટલાંક બાળકો તળાવ કાંઠે માછલી પકડવા ગયા હતા. જ્યાં તેમને મોર્ટાર જોવા મળ્યો. બાળકો આને લઈને ગામમાં પહોંચી ગયા જ્યાં એક જવાને તેને જોઈને જણાવ્યું કે આ તો મોર્ટાર છે. જેને ઈન્ડિયન આર્મીમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ સાંભળીને સૌના હોશ ઉડી ગયા હતા. અફરા તફરીમાં આ અંગેની સૂચના પોલીસને આપવામાં આવી. પોલીસે ઉપરી અધિકારીઓને ઘટનાથી માહિતગાર કર્યા.

ક્યાંથી આવ્યો આ મોર્ટાર?

ક્યાંથી આવ્યો આ મોર્ટાર?

પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ સિંહે જણાવ્યું કે મોર્ટાર પર કબ્જો કરી લીધો છે. આગરા આર્મી કેંટને સૂચના આપી દેવામાં આવી છે. સોમવારે સ્પેશિયલ ટીમ આવ્યા બાદ આના પર આગળની કાર્યવાહી કરશે.

શુ રામ મંદિર મુદ્દે ફસાઈ રહી છે મોદી સરકાર?શુ રામ મંદિર મુદ્દે ફસાઈ રહી છે મોદી સરકાર?

English summary
mortar found in the pond of mainpuri uttar pradesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X