• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

5 હજારમાં પુત્રને વેચી મોબાઇલનો શોખ પૂરો કર્યો જનેતાએ

|

જાજપુર, 4 ઓક્ટોબર: કહેવાય છે માની મમતા મજબૂર હોઇ શકે છે પણ લાલચી નહી. પરંતુ ઓડિસાના જાજપુરમા બનેલા કિસ્સાએ આ વાતને પણ નકારી કાઢી છે. અહીં એક જનેતાએ પોતાના મોબાઇલ અને જીંસના શોખને પૂરો કરવા માટે તેણે તેના 17 માસના પુત્રને માત્ર પાંચ હજારમાં જ વેચી દીધો હતો.

આ મહિલાનું નામ રાખી પાત્રા છે. પોલીસે જ્યારે તેની ધરપકડ કરીને પૂછપરછ કરી ત્યારે જણાવ્યું કે તે ગરીબ છે અને તેના પતિને જેલમાંથી છોડવવા માટે તેણે તેના છોકરાને વેચી દીધો.

જોકે પોલીસને તેની વાત પર વિશ્વાસ ના બેસ્યો એટલે તેમણે કડકાઇથી પૂછતાછ કરી. ત્યારે રાખીએ જણાવ્યું કે છોકરાને વેચીને તેને 5 હજાર મળ્યા હતા. જેમાંથી તે એક ટોપ, જીંસ અને એક મોબાઇલ ખરીદ્યો હતો. એટલું જ નહીં પરંતુ પોલીસે જ્યારે તેના પુત્રને સુપરત કર્યો તો તેણે લેવાની પણ ના કહી દીધી હતી.

પોલીસે જણાવ્યું કે રાખીએ જે સામાન ખરીદ્યો હતો તેને જપ્ત કરી લેવાયો અને તેના પુત્રને વેલફેયર સોસાયટીને સોંપી દેવામાં આવ્યો હતો.

English summary
Investigation into the sale of a baby boy by his mother in Odisha's Jajpur district has revealed curious details - the money was used to buy a mobile phone and a pair of jeans among other things.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X