• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મોટર વ્હીકલ એક્ટ: વલ્ડ ક્લાસ સીટી માટે આપણે પણ સ્માર્ટ થવાની જરૂર..

|
Google Oneindia Gujarati News

સંશોધિત મોટર વ્હિકલ એક્ટ 2019થી આખા દેશમાં હોહા મચી ગઈ છે. કડક ટ્રાફિક નિયમો અને આર્થિક દંડથી હેરાન વાહન ચાલકોની દુઃખ ભરેલી કહાણી રોજ તમે વાંચતા અને સાંભળતા તો હશો જ. જો કે કોઈએ એવો વિચાર નથી કર્યો કે સરકારને આ કડક નિયમોની કેમ જરૂર પડી. આ એ માટે કારણ કે ભારતમાં હજુ પણ લોકોમાં ડ્રાઈવિંગ સેન્સ વિકસીત થઈ શકી નથી. આપણે તમામ વલ્ડ ક્લાસ સિટી અને સ્માર્ટ સીટીની કલ્પના કરીએ છીએ અને રાજકીય પાર્ટીઓ પણ આવાજ સપના વહેંચી સત્તા પર આવી જાય છે પણ અત્યાર સુધી આ સ્માર્ટ સીટી અને વલ્ડ ક્લાસ સીટીની કલ્પના મિથ્યા જ રહી ગઈ છે. જ્યાં સુધી દરેક સીટીઝન આ સપનાને હકીકતમાં બનાવવામાં મદદ નહિં કરે ત્યાં સુધી આ સપનું મિથ્યા જ રહી જશે.

કાયદાની કોઈને પડી નથી

કાયદાની કોઈને પડી નથી

તકલીફ એ નથી કે સંશોધિત મોટર વ્હીકલ એક્ટના નિયમો અને દંડ કઠોર છે, સમસ્યા એ છે કે લોકો નિયમ અને કાયદાની પરવાહ કરવું પસંદ કરતા નથી. સંશોધન મોટર વ્હીકલ એક્ટ પહેલા પણ કાયદો હતો, અત્યારે માત્ર તેની કડકાઈ અને દંડમાં વધારો કરવામાં આવ્યો છે. વાહન ચલાવતી દરેક વ્યકિતએ કાયદાનું પાલન કરવું જોઈએ, જે વિના ભય શક્ય નથી. જે હેઠળ સરકારે દંડ વધારવાનો નિર્ણય કર્યો છે. ટ્રાફિકના નિયમ તોડી 100-50માં ટ્રાફિક પોલિસને પટાવી લેવાનું હુનર શહેરીજનોમાં જન્મજાત છે.

સિવિક સેન્સ વિકસિત કરવા માટે સરકારના ઉમદા પ્રયાસ

સિવિક સેન્સ વિકસિત કરવા માટે સરકારના ઉમદા પ્રયાસ

કહેવાય છે ને કે જેવી પ્રજા તેવો રાજા. વર્તમાન સરકાર પણ કંઈક એવી જ છે. સ્વચ્છ ભારત અભિયાનને લઈ ઓપન ડિફિકેશન અને ટ્રાફિકના નિયમોને લઈ લોકોની અંદર સિવિક સેન્સ વિકસિત કરવા નાટે સરકારે ઉમદા પ્રયત્નો કર્યા છે. તમને યાદ હોય તો વર્ષ 2015માં સ્વચ્છ ભારત અભિયાન અને ખુલ્લામાં હાજત જવા વિરુદ્દ ચલાવેલ અભિયાનનો શરૂઆતમાં કેટલો વિરોધ થયો હતો. અખબારોના પાના અને ન્યુઝ પોર્ટલ પર અસંખ્ય પિડિતોની સ્ટોરી નિયમિત છપાતી હતી. મોટર વ્હીકલ એક્ટ કાયદામાં કડકાઈ વિરુદ્ધ પણ કંઈક આવું જ થઈ રહ્યુ છે.

ટ્રાફિકના નિયમોમાં કડકાઈ લાવવાની જરૂર કેમ પડી?

ટ્રાફિકના નિયમોમાં કડકાઈ લાવવાની જરૂર કેમ પડી?

આ વાતને સમજવાની જરૂર છે કે ટ્રાફિકના નિયમોમાં કડકાઈ લાવવાની જરૂર કેમ પડી? નેશનલ ક્રાઈમ રિકોર્ડ બ્યુરોના આંકડા જોઈએ તો દેશમાં સોથી વધુ મૃત્યુ રોડ અકસ્માતમાં થાય છે અને મોટાભાગના મોત ટ્રાફિક નિયમોનું ઉલ્લંધન કરતા થયા છે. જેમાં હેલ્મેટ ન હોવું, રોંગ સાઈડ પાર્કિંગ, રેડ લાઈટ જંપ, ઓવરલોડિંગ અને ઓવરટેકિંગ મુખ્ય છે.

રોડ અક્માતમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા

રોડ અક્માતમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા

એનસીઆરબી દ્વારા વર્ષ 2016ના આંકડા જોઈએ તો રોડ અકસ્માતમાં મરનારા લોકોની સંખ્યાની સરખામણીએ સૌથી વધુ અકસ્માત ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને રાજસ્થાનમાં છે. તેમાં યુપી મોખરે છે. અહીં રોડ અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 16,284 હતી જ્યારે તમિલનાડુમાં આ આંકડો 15,000 રહ્યો. ત્યાં જ દિલ્હીમાં સૌથી વધુ 2,199 જ્યારે ચેન્નઈમાં 1046 લોકો માર્યા ગયા. આ લિસ્ટમાં ભોપાલ અને જયપુર ક્રમશ ત્રીજા અને ચોથા ક્રમે આવે છે. ભોપાલમાં 1015 જ્યારે જયપુરમાં 844 લોકોના રોડ અકસ્માતમાં મોત નોંધાયા છે.

મૃત્યુના આંકડાને નિયંત્રિત કરવાનો ઉદેશ્ય

મૃત્યુના આંકડાને નિયંત્રિત કરવાનો ઉદેશ્ય

સરકારે આ આંકડાને દુરસ્ત કરવા માટે જ આ કડક નિયમો બનાવ્યા છે, જેથી રોડ અકસ્માતથી લોકોનું જીવન બચાવી શકાય. એનસીઆરબીના આંકડા પ્રમાણે ભારતમાં દર કલાકે 16 લોકોના મોત થાય છે. કડક ટ્રાફિક નિયમો અને આર્થિક દંડ પાછળ સરકારનો હેતુ લોકોમાં ડરથી ટ્રાફિક નિયમની સેન્સ વિકસિત કરવાનું છે અને રોડ અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં સતત થતા વધારા સામે નિયંત્રણ લાવી શકાય.

અફસોસની વાત તો એ છે કે કડક કાયદા સાથે સામંજસ્ય જાળવી લોકોએ સબક શીખવાનું શરુ કર્યુ જ હતુ ત્યાં રાજકીય ખેલ શરૂ થઈ ગયો. ગુજરાતની બીજેપી સરકારે રાજ્યમાં નવા સંશોધિત મોટર વ્હીકલ એક્ટના નિયમો અને શરતોમાં ઢીલ આપવાની પહેલ કરતા, અન્ય રાજ્યોએ પણ તેને અપનાવવાનું શરૂ કરી દીધુ છે.

દેશહિત માટે સરકારના નિર્ણયો

દેશહિત માટે સરકારના નિર્ણયો

સત્તા માટે રાજકીય દળ જ્યારે સત્તા પર હોય ત્યારે કાયદો બનાવતી વખતે હંમેશા વોટબેંકનું ધ્યાન રાખે છે. જો કે આજ કારણે પાછલા 72 વર્ષોમાં કોંગ્રેસ નેતૃત્વવાળી સરકારે જમ્મુ-કાશ્મીર કલમ 370 અને 35-એ ને હટાવવા વિશે ક્યારેય વિચાર્યુ નથી. જ્યારે વર્તમાન સરકારે તેને એક ઝાટકામાં હટાવી દીધુ.

આજ રીતે સ્વચ્છ ભારત અભિયાન, ખુલ્લામાં હાજત, જીએસટી, જીમોનિટેશન અને હવે કડક ટ્રાફિક નિયમ લાગુ કરવામાં આવ્યા. જે દેશહિતમાં છે અને વિના શોર્ટ કટ અપનાવે લોકો પોતાની ડ્યુટી અને સહકાર આપવાના નથી. કોઈ સ્માર્ટ અને વલ્ડ ક્લાસ સીટીમાં રહેવા માટે પહેલા સિવિક સેન્સ વાળા સિટિઝન ઈમ્પોર્ટ કરવાની સરકારીની કોઈ યોજના નથી, જેથી આ કડક કાયદા દ્વારા આગળ વધવાની જરૂર છે.

આ પણ વાંચો: ટ્રાફિક પોલીસના રોકવા પર સુસાઇડ કરવાની ધમકી આપવા લાગી યુવતી

English summary
Motor Vehicle Act: We also need to be smart for the world class city
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X