પ્રશાંત ભૂષણની સાથે ફરી થઇ ગેરવર્તણૂક, ટોપી ઉતારી

Google Oneindia Gujarati News

ઇંદોર, 18 એપ્રિલ: આમ આદમી પાર્ટીના નેતા પ્રશાંત ભૂષણે એકવાર ફરી ગેરવર્તણૂકનો શિકાર બન્યા છે. ઇંદોર આમ આદમી પાર્ટીની પ્રેસ કોન્ફ્રેસ દરમિયાન એક વ્યક્તિએ પ્રશાંત ભૂષણની ટોપી ઉતારી લીધી. ચૂંટણી પ્રચાર માટે ઇન્દોરમાં આવેલા પ્રશાંત ભૂષણ પ્રેસ કોન્ફ્રેન્સ કરી રહ્યા હતા, ત્યારે જ તેમની સાથે આ ઘટના ઘટી હતી.

આ પહેલા સ્થાનીય લોકોએ પ્રશાંત ભૂષણની વિરુધ્ધ નારેબાજી કરી અને તેમને કાળા વાવટા દેખાડ્યા. પ્રદર્શનકારી ભૂષણના જમ્મુ-કાશ્મીર સાથે જોડાયેલા નિવેદન પર નારાજગી વ્યક્ત કરતા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા.

prashant bhushan
કાશ્મીરમાં જનમત સંગ્રહના નિવેદનને લઇને ભૂષણ હંમેશા વિરોધીઓના નીશાના પર રહ્યા છે. જેને પગલે ગયા વર્ષે ગાઝિયાબાદમાં આપની ઓફિસમાં હુમલો પણ થયો હતો. તેમના એ નિવેદનને આધાર બનાવીને પ્રશાંત સાથે આ ગેરવર્તણૂક કરવામાં આવી હતી.

અત્રે નોંધનીય છે કે ભારતીય જનતા પાર્ટી તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ પણ પોતાના ભાષણમાં આમ આદમી પાર્ટીને તેમના કાશ્મીર મુદ્દા પરના નિવેદન પર પ્રહાર કર્યા છે. મોદીએ તો કેજરીવાલને પાકિસ્તાનના એજન્ટ પણ કહી દીધા છે. મોદીએ એમ પણ જણાવ્યું હતું કે આપની વેબસાઇટ પર જે ભારતમાતાનો નકશો આપવામાં આવ્યો છે તેમાં કાશ્મીર પાકિસ્તાનમાં બતાવવામાં આવ્યું છે.

English summary
Senior AAP leader Prashant Bhushan was on Friday heckled in Indore during a news conference. At the time of incident, Bhushan was campaigning for the AAP candidate Alok Agarwal from Khandwa constituency.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X