રાજ્ય સભાના સાંસદ અમર સિંહ પણ બન્યા 'ચૌકીદાર'
રાજ્ય સભાના સાંસદ અમર સિંહ પણ બન્યા 'ચૌકીદાર'
નવી દિલ્હીઃ રાજ્યસભા સાંસદ અમર સિંહે ટ્વિટર પર પોતાનું નામ બદલ્યું છે. તેમણે પોતાના નામની સાથે ચૌકીદાર જોડી દીધું છે. હવે તેઓ ટ્વીટર પર ચૌકીદાર અમર સિંહ બની ગયા છે. પીએમ મોદીના ટ્વટીર પર નામ સાથે ચૌકીદાર જોડ્યાના તુરંત બાદ હવે મોટાભાગના ભાજપના નેતાઓએ પોતાના નામની આગળ ચૌકીદાર જોડી દીધું છે. અમર સિંહ પાછલા કેટલાક દિવસોથી સતત નરેન્દ્ર મોદી અને ભાજપના વખાણ કરી રહ્યા છે.

ભાજપના સમર્થનમાં ટ્વીટ
રાજ્યસભા સાંસદ અમર સિંહે ટ્વીટ પર પોતાના નામની સાથે ચૌકીદાર તો લખ્યું જ છે. ઉપરાંત તેઓ એક પછી એક કેટલાય વિપક્ષના નેતાઓને નિશાન પર લઈ નરેન્દ્ર મોદીને સમર્થન આપ્યું છે. સિંહે પુલવામા હુમલો, નીરવ મોદીની ધરપકડ અને એર સ્ટ્રાઈક પર મોદીના વખાણ કર્યાં છે. અમર સિંહને સમાજવાદી પાર્ટીએ રાજ્યસભા મોકલ્યા હતા પરંતુ બાદમાં તેમને સપાથી કાઢી મૂકવામાં આવ્યા હતા. જે બાદ અમર સિંહ ભાજપના નજીકના બની ગયા છે.

કેટલાય ભાજપી નેતાઓના નામમાં ચૌકીદાર
ગત અઠવાડિયે પીએમ મોદીએ પોતાના નામની સાથે ચૌકીદાર જોડ્યા બાદ કેટલાય નેતાઓએ આવું કર્યું છે. આવા નેતાઓમાં અમિત શાહ, રાજનાથ સિંહ, સુષ્મા સ્વરાજ, ગિરિરાજ સિંહ, સુશીલ કુમાર મોદી, શાહનવાઝ હુસૈન સહિત તમામ મોટા નામ સામેલ છે.

રાહુલ ગાંધીના 'ચૌકીદાર ચોર હૈ' ના જવાબમાં 'મૈં ભી ચૌકીદાર'
2014માં નરેન્દ્ર મોદીએ ચૂંટણી રેલીમાં ખુદને ચૌકીદાર કહ્યા હતા. રાફેલ એરક્રાફ્ટ ડીલમાં નરેન્દ્ર મોદી પર વિપક્ષે કૌભાંડનો આરોપ લગાવ્યો તો રાહુલ ગાંધી અને કોંગ્રેસે ચૌકીદાર ચોર હૈનો નારો આપ્યો. જેના જવાબમાં ભાજપે મૈં ભી ચૌકીદાર અભિયાન શરૂ કર્યું અને ભાજપના નેતાઓએ સોશિયલ મીડિયા પર પોતાના નામની આગળ ચૌકીદાર શબ્દ લખ્યો.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
