મધ્ય પ્રદેશ પેટા ચૂંટણીઃ કોંગ્રેસને ઝટકો, ધારાસભ્ય રાહુલ લોઢી ભાજપમાં શામેલ
ભોપાલઃ મધ્ય પ્રદેશ પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્ય રહેલા પ્રદ્યુમન સિંહ લોઢીના ભાજપમાં ગયા બાદ તેમના નાના ભાઈ અને દમોહના ધારાસભ્ય રાહુલ લોઢી પણ ભાજપમાં શામેલ થઈ ગયા છે. રાહુલ લોઢીએ પહેલા પ્રોટેમ સ્પીકર રામેશ્વર શર્માને પોતાનુ રાજીનામુ સોંપ્યુ. ત્યારબાદ રવિવારે સવારે સીએમ શિવરાજ સિંહની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનુ સભ્યપદ ગ્રહણ કર્યુ. તમને જણાવી દઈએ કે ગયા મહિને જ રાહુલ લોઢીએ ભાજપ પર ગંભીર આરોપ લગાવીને કહ્યુ કે પરિસ્થિતિઓ ગમે તેવી આવી જાય પરંતુ તે કોઈ પણ સ્થિતિમાં કોંગ્રેસનો હાથ નહિ છોડે.
વર્ષ 2003માં રાહુલ લોઢીએ કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી તે કોંગ્રેસ સાથે જ હતા. કોંગ્રેસે તેમને દમોહ વિધાનસભાથી પોતાના ઉમેદવાર બનાવ્યા અને તેમને ભાજપના ગઢમાં ગાબડુ પાડીને આ સીટ મેળવી લીધી. રાહુલ લોઢી હંમેશાથી એમ જ કહેતા હતા કે તેમને કોંગ્રેસ પાર્ટીએ ધારાસભ્ય બનાવ્યા છે, તે ક્યારેય કોંગ્રેસનો સાથ નહિ છોડે. વળી, હવે પેટાચૂંટણીના એક સપ્તાહ પહેલા તેમણે ભાજપનો પાલવ પકડી લીધો છે.
Madhya Pradesh: Rahul Lodhi joins BJP (Bharatiya Janata Party), in presence of Chief Minister Shivraj Singh Chouhan. https://t.co/KQN1NWZdsZ pic.twitter.com/QOy2cavd3q
— ANI (@ANI) October 25, 2020
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કર્યુ એક્સલ રોડનુ ઉદ્ઘાટન