For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિવરાજ સિંહના મંત્રીએ કહ્યું, પોર્ન જોવાને કારણે થાય છે રેપ

હાલમાં થયેલી બળાત્કારની ઘટનાને લઈને આખા દેશમાં ગુસ્સાનો માહોલ છે. જેમાં મધ્યપ્રદેશના ગૃહમંત્રી ભુપેન્દ્ર સિંહનું કહેવું છે કે રેપ થવાનું મુખ્ય કારણ પોર્ન છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

હાલમાં થયેલી બળાત્કારની ઘટનાને લઈને આખા દેશમાં ગુસ્સાનો માહોલ છે. જેમાં મધ્યપ્રદેશના ગૃહમંત્રી ભુપેન્દ્ર સિંહનું કહેવું છે કે રેપ થવાનું મુખ્ય કારણ પોર્ન છે. સોમવારે ભુપેન્દ્ર સિંહએ કેન્દ્રને બધી જ અશ્લીલ સાઈટો પર પ્રતિબંધ લગાવવા માટે પત્ર પણ લખ્યો હતો. ભાજપાની મધ્યપ્રદેશ સરકારે લગભગ 25 અશ્લીલ સાઈટો પર પ્રતિબંધ પણ લગાવ્યો છે.

bhupendra singh

મધ્યપ્રદેશના ગૃહમંત્રી નું કહેવું હતું કે અમને લાગે છે કે બાળકીઓ સાથે બળાત્કાર અને છેડછાડ મામલે વધતી સંખ્યાનું કારણ અશ્લીલ સાઈટો છે. અમે મધ્યપ્રદેશમાં અશ્લીલ સાઈટો પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. આ મામલે અમે કેન્દ્ર સરકારને પણ સંપર્ક કરીશુ.

પત્રકારો સાથે વાતચીતમાં મધ્યપ્રદેશ ના ગૃહમંત્રી ભુપેન્દ્ર સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે એમપી ગૃહ વિભાગ ઘ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અશ્લીલ સાઈટો નાનપણથી બાળકોમાં ખરાબ અસર કરે છે. એટલું જ નહીં પરંતુ યુવા છોકરા અને છોકરીને તે સરળતાથી મળી પણ જાય છે. રેપ અને યૌનશોષણનું કારણ આ સાઈટો સુધી પહોંચવાનું છે.

અશ્લીલ સાઈટો વિશે મધ્યપ્રદેશના ગૃહમંત્રી ભુપેન્દ્ર સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમે લગભગ 25 જેટલી અશ્લીલ સાઈટો બેન કરી દીધી છે. સરકાર ઘ્વારા 12 વર્ષ કરતા ઓછી ઉંમરની બાળકી સાથે રેપ કરવાના મામલે દોષીને મૌતની સજા આપવાના નિર્ણય માટે ભુપેન્દ્ર સિંહએ પીએમ મોદીના વખાણ કર્યા છે.

અપરાધિક કાનૂન અધ્યાદેશ 2018 અનુસાર આવા મામલે નવી અદાલત ગઠિત કરવામાં આવશે. એટલું જ નહીં પરંતુ દરેક પોલીસ ચોકી અને હોસ્પિટલમાં બળાત્કાર મામલે જાંચ કરવા માટે ખાસ ફોરેન્સિક કીટ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

English summary
MP home minister bhupendra singh gave reason for rape
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X