For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2 વર્ષથી વધુની સજા મેળવનારા MPs અને MLAsને સસ્પેન્ડ કરાશે

|
Google Oneindia Gujarati News

supreme-court-of-india
નવી દિલ્હી, 10 જુલાઇ : સુપ્રીમ કોર્ટે આજે બુધવારે સાંસદો અને ધારાસભ્યોને મોટો આંચકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશો અનુસાર સાંસદો અને ધારાસભ્યોને કોઇ પણ કેસમાં બે વર્ષથી વધારે સમય માટે સજા થઇ હોય તો તેમની સદસ્યતા સસ્પેન્ડ કરવામાં આવશે.

આ સાથે સુપ્રીમ કોર્ટે એમ પણ જણાવ્યું છે કે આવા કિસ્સામાં જો સુપ્રીમ કોર્ટ તેમને દો, મુક્ત જાહેર કરશે તો જ તેમનું સસ્પેન્શન રદ થશે. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય તત્કાળ પ્રભાવથી અમલી બનશે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે જનપ્રતિનિધિત્વ કાયદાની ધારા 8(4)ને રદ કરી દીધી છે.

સુપ્રીમ કોર્ટે અપરાધીક મામલાઓમાં દોષિત ઠેરવવામાં આવ્યા બાદ ચૂંટાયેલા પ્રતિનિધિને અયોગ્યતાથી સંરક્ષણ પ્રદાન કરતી કાયદાકીય જોગવાઇનો પણ અંત લાવી દીધો છે. કોર્ટે દોષિત ચૂંટાયેલા પ્રતિનિધિને તેમની અરજી પર સુનવણી ચાલે અને નિર્ણય આવે ત્યાં સુધી પદ પર ચાલુ રહેવા અંગેના જનપ્રતિનિધિત્વ કાયદાની જોગવાઇને પણ ગેરકાયદેસર ગણાવી છે.

આ મુદ્દે ન્યાયાલયે સ્પષ્ટતા કરી છે કે આ નિર્ણય પહેલા દોષિત ઠેરવવાના નિર્ણયની વિરુદ્ધ પહેલેથી અપીલ અપીલ નોંધાવનારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ આનાથી પ્રભાવિત નહીં થાય. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને ઐતિહાસિક માનવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે આ વર્ષના પ્રારંભમાં જણાવ્યું હતું કે અદાલતે દોષિત ઠેરવેલા સાંસદો અને ધારાસભ્યોને અપીલ પર અંતિમ નિર્ણય થવા સુધી સદનના સભ્ય તરીકે ચાલુ રહેવાનો કાયદો યોગ્ય અને જરૂરી છે. સરકારે જનપ્રતિનિધિત્વ કાયદાની કલમ 8ની તરફેણ કરતા સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ દાખલ કરીને આવી દલીલ આપી હતી.

English summary
MPs and MLAs will be suspended If convicted of more than 2 years.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X