For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ના ઘર, ના બંગલો, ના કાર, જાણો મોદીની સંપત્તિ કેટલી છે

ના ઘર, ના બંગલો, ના કાર, જાણો મોદીની સંપત્તિ કેટલી છે

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેટલાય ચૂંટણી લક્ષી ભાષણોમાં ખુદને ફકીર (વૈરાગી) કહેતા તમે સાંભળ્યા જ હશે પરંતુ હકિકતમાં શું તમે જાણો છો કે પ્રધાનમંત્રી પાસે કુલ કેટલી સંપત્તિ છે કે પછી તેઓ ગરીબ છે કે અમિર? તો અહીં અમે તમને જણાવીશું કે પીએમ મોદી પાસે કુલ કેટલા ઘરેણાં છે, કેટલી રેકડ છે અને કેટલી પ્રોપર્ટી છે.

સંપત્તિ અંગે માહિતી જાહેર કરી

સંપત્તિ અંગે માહિતી જાહેર કરી

સોમવારે વડાપ્રધાનની ઑફિસ પીએમઓથી પીએમ નરેન્દ્ર મોદીની સ્થિર અને અસ્થિર સંપત્તિની વિગતો જાહેર કરી હતી.

રોકડ રકમ

રોકડ રકમ

જે અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદને ભલે ફકીર ગણાવતા હોય પણ તેમની પાસે હકીકતમાં કરોડોની સંપત્તિ હોવાનું સામે આવ્યું છે. અહીં જાણો વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે કેટલી સંપત્તિ છે.જો કે અત્યારે પીએમ પાસે રોકડ રૂપિયા માત્ર 50 હજાર જ છે.

અન્ય સંપત્તિ

અન્ય સંપત્તિ

ખાસ વાત એ છે કે ગયા વર્ષે પીએમ મોદી પાસે કુલ દોઢ લાખ રૂપિયા રોકડ રકમ હતી, જે હવે માત્ર 48 હજાર 944 રૂપિયા જ હોવાનું સામે આવ્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે સ્થિર અને અસ્થિર એમ મળીને કુલ 2.28 કરોડ રૂપિયાની સંપત્તિ છે. જેમાંથી 28 લાખ રૂપિયાની કુલ સ્થિર અને ગાંધીનગરમાં કેટલીક અસ્થિર સંપત્તિ છે.

અમદાવાદમાં પ્રોપર્ટી ખરીદી

અમદાવાદમાં પ્રોપર્ટી ખરીદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2002માં એક લાખ રૂપિયાની કિંમતે 3531.45 સ્ક્વેર ફીટની સંપત્તિ ખરીદી હતી. એમની પાસે અમદાવાદમાં જમીન છે જેને એમણે ઓક્ટોબર 2002માં ખરીદી હતી. આ સંપત્તિની કિંમતમાં હાલમાં 1 કરોડ રૂપિયા છે.

રોકાણ

રોકાણ

જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંપત્તિની વાત કરીએ તો ગુજરાતના ગાંધીનગર સ્થિત એસબીઆઈ બ્રાન્ચમાં પીએમ મોદીનું ખાતું છે. જેમાં કુલ 11,29,690 રૂપિયા જમા છે. સાથે જ મોદીએ એક કરોડથી વધુની ફિક્સ્ડ ડિપોઝિટ કરાવી છે.

બેંકમાં પડેલ થાપણ

બેંકમાં પડેલ થાપણ

આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલીય જગ્યાએ સેવિંગ પણ કર્યું છે જેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર બૉન્ડ ડિપોઝિટ કુલ 20,000 રૂપિયાના છે. આ આંકડા 25 જાન્યુઆરી 2012 સુધીના છે. સાથે જ એમણે 5,18,235 રૂપિયા નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં અને 1,59,281 રૂપિયા એલઆઈસી પૉલિસીમાં ઈનવેસ્ટ કર્યા છે.

વાહન અને ઘરેણાં

વાહન અને ઘરેણાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે કોઈપણ ટૂ-વ્હીલર કે ફોર વ્હીલર વાહન રજિસ્ટર નથી.જ્યારથી પીએમનું પદ સંભાળ્યું છે ત્યારથી નરેન્દ્ર મોદીએ કોઈ નવું સોનું નથી ખરીદ્યું. જો કે એમની પાસે સોાનની 4 અંગૂઠી (45 ગ્રામની) છે જેની કિંમત 1 લાખ 38 હજાર રૂપિયા છે. જાહેર કરેલી જાણકારી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેંકમાંથી કોઈ લોન લીધી નથી.

પુસ્તકોમાંથી મળેલ રૉયલ્ટી

પુસ્તકોમાંથી મળેલ રૉયલ્ટી

પીએમ મોદીએ આ રિપોર્ટમાં એમના પત્ની જશોદાબેનની સંપત્તિનો ઉલ્લેખ નથી કર્યો. એમની સંપત્તિની જગ્યાએ કંઈ જ લખ્યું નથી. જણાવી દઈએ કે 2016માં પીએમ મોદીની નાણાકીય સંપત્તિમાં વધુ એક નવી ચીજ ઉમેરાઈ હતી, પુસ્તકોથી એમને 12.3 લાખ રૂપિયા સુધીની રૉયલ્ટી મળી. જો કે 2018માં તેનો કોઈ ઉલ્લેખ નથી. આ પણ વાંચો-દેહરાદૂન: બોર્ડિંગ સ્કૂલમાં વિધાર્થિની સાથે ગેંગરેપ, 9 લોકોની ધરપકડ

English summary
pmo declared information about pm modi's propery.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X