For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીઇબી ગોટાળો: મુખ્યમંત્રી શિવરાજની પત્ની સાધના સિંહ પણ ગોટાળામાં સામેલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

shivraj-singh-chauhan
ભોપાલ, 22 જૂન: વ્યવસાયિક પરીક્ષા બોર્ડ (પીઇબી) ભરતી ગોટાળામાં કોંગ્રેસે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની પત્ની સાધના સિંહ પર ગંભીર આરોપ લગાવ્યા છે. અવસરનો ફાયદો ઉઠાવતાં કોંગ્રેસે અહીં સુધી આરોપ લગાવ્યા છે કે પીઇબી ગોટાળામાં કેટલાક વરિષ્ઠ આઇએએસ અધિકારી અને વરિષ્ઠ શિક્ષા અધિકારી પણ સામેલ છે.

રાજ્યમાં કોંગ્રેસ પ્રવક્તા કેકે મિશ્રાએ આરોપ લગાવતાં કહ્યું હતું કે કૉલ ડીટેલ્સ અનુસાર મુખ્યમંત્રીના ઘરેથી કોઇ મહિલાએ ગોટાળામાં જેલ ગયેલા મુખ્ય આરોપી MPPEB કંટ્રોલર પંકજ ત્રિવેદી તથા સિસ્ટમ એનાલિસ્ટ નિતિન મોહિંદ્રાએ 139 વાર ફોન કર્યા. કેકે મિશ્રાએ કહ્યું, 'મુખ્યમંત્રીએ જણાવવું જોઇએ કે તેમના ઘરેથી કઇ મહિલાએ કયા કામ માટે પંકજ ત્રિવેદી અને નિતિન મોહિંદ્રાને 139 વખત ફોન કર્યો.'

કેકે મિશ્રાએ એમપણ કહ્યું કે ટ્રાંસપોર્ટ ડિપાર્ટમેન્ટ એક એક્ઝામમાં પાસ થયા 19 લોકો મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની સાસરી ગોંદિયા (મહારાષ્ટ્ર)થી છે. તેમણે કહ્યું કે 'વડાપ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીની સરકારમાં ઇમાનદારી અને પારદર્શિતાની વાત કરે છે. હવે એ જોવાનું છે કે ગંગાની સફાઇ માટે મંત્રી ઉમા ભારતી તેમના કેબિનેટમાં ક્યાં સુધી રહેશે. મધ્ય પ્રદેશની ઘણી પરીક્ષાઓમાં અભ્યાસર્થીઓને પાસ કરાવવા માટે ઘણા સ્તર પર ગોટાળા હોવાની આશંકા છે. હાઇકોર્ટની નજરહેઠળમાં એસટીએફ કેસની તપાસ કરી રહી છે. આ કેસમાં મધ્ય પ્રદેશમાં મોટા પાયે ધરપકડ થઇ છે.

English summary
Madhya Pradesh Congress has dragged Chief Minister Shivraj Singh Chouhan's name in Madhya Pradesh Professional Examination Board (MPPEB) scam.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X