For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: ચાલતી ટ્રેનમાંથી પડી બાળકી, સુરક્ષાકર્મીએ 2 સેકન્ડમાં જીવ બચાવ્યો

મુંબઈમાં શુક્રવારે સાંજે પશ્ચિમ રેલવેના મહાલક્ષ્મી સ્ટેશન પર મહારાષ્ટ્ર સિક્યોરિટી ફોર્સના એક જવાને પોતાના જીવના જોખમે પાંચ વર્ષની એક બાળકીને મોતના મુખમાં જતી બચાવી લીધી.

|
Google Oneindia Gujarati News

મુંબઈમાં શુક્રવારે સાંજે પશ્ચિમ રેલવેના મહાલક્ષ્મી સ્ટેશન પર મહારાષ્ટ્ર સિક્યોરિટી ફોર્સના એક જવાને પોતાના જીવના જોખમે પાંચ વર્ષની એક બાળકીને મોતના મુખમાં જતી બચાવી લીધી. એમએસએફ જવાન સચિન પોલે સ્ફૂર્તિ બતાવીને માત્ર 2 સેકન્ડમાં જીવના જોખમે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે પડી રહેલી બાળકીને મોતના મુખમાંથી સુરક્ષિત બહાર લાવી દીધી. આ ઘટનામાં બાળકી અને સચિન બંનેને નાની ઈજા થઈ છે.

train

સુરક્ષા જવાન સચિન પોલેની ચારે તરફ પ્રશંસા

મોહમ્મદ દિશાન પોતાની પાંચ વર્ષની બાળકી અને પત્ની સાથે ભિવંડી જઈ રહ્યા હતા. દિશાન પરિવાર સાથે હાજી અલી દર્શન કરવા આવ્યા હતા. તે પાછા ફરતી વખતે ચાલતી ટ્રેન પકડવાની કોશિશ કરી રહ્યા હતા. આ દરમિયાન લોકલ ચાલવા માંડી. દિશાન અને તેની પત્ની ટ્રેનમાં ચડી ગયા પરંતુ બાળકી પડી ગઈ. આ ચક્કરમાં બાળકીનું સંતુલન બગડી ગયુ અને તે પ્લેટફોર્મ અને ટ્રેનના ગેપમાં પડવા જતી હતી ત્યારે સચિને સ્ફૂર્તિ બતાવીને તેને ખેંચી લીધી. આ ઘટના 3 મે ની બતાવવામાં આવી રહી છે. ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ સુરક્ષા જવાન સચિન પોલેની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે. રેલવે અધિકારીઓએ પોલની બહાદૂરીને જોતા તેને ઈનામ આપવાની જાહેરાત કરી છે.

English summary
msf personnel saves girl from falling gap while boarding train at mahalaxmi railway station
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X