For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: આજે મહોરમ, જાણો કેમ શહીદ થઈ ગયા હતા ઈમામ હુસેન?

મહોરમ કોઈ તહેવાર નથી પરંતુ મુસલમાનોના શિયા સમાજ માટે આ એક માતમનો દિવસ છે જેને તેઓ ઈમામ હુસેનના શોકમાં મનાવે છે.

|
Google Oneindia Gujarati News

મહોરમ કોઈ તહેવાર નથી પરંતુ મુસલમાનોના શિયા સમાજ માટે આ એક માતમનો દિવસ છે જેને તેઓ ઈમામ હુસેનના શોકમાં મનાવે છે. આ વખતે મહોરમનો મહિનો 11 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર સુધી છે પરંતુ સામાન્ય રીતે 10 માં મહોરમને સૌથી પવિત્ર માનવામાં આવે છે અને તે દિવસ આજે એટલે કે 21 સપ્ટેમ્બર છે. 10 માં મહોરમના દિવસે જ ઈસ્લામની રક્ષા માટે હજરત ઈમામ હુસેને પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો. આના કારણે 10 માં મહોરમને સૌથી વધુ મહત્વ આપવામાં આવે છે.

કેમ મનાવવામાં આવે છે મહોરમ

કેમ મનાવવામાં આવે છે મહોરમ

કહેવાય છે કે ઈરાકમાં યજીદ નામનો ક્રૂર શાસક હતો જે પોતાને ખલીફા કહેતો હતો અને ખુદાને માનતો નહોતો. તે ઈચ્છતો હતોત કે હજરત ઈમામ હુસેન તેના ખેમામાં શામેલ થઈ જાય પરંતુ હુસેનને આ મંજૂર નહોતુ અને એટલા માટે તેમણે યજીદની વિરુદ્ધ જંગનું એલાન કરી દીધુ.

આ પણ વાંચોઃ Smiles On Metro: સામાન્ય જનતા સાથે પીએમ મોદીએ કર્યો મેટ્રોમાં પ્રવાસઆ પણ વાંચોઃ Smiles On Metro: સામાન્ય જનતા સાથે પીએમ મોદીએ કર્યો મેટ્રોમાં પ્રવાસ

આ એક ધર્મ યુદ્ધ હતુ

આ એક ધર્મ યુદ્ધ હતુ

આ એક ધર્મ યુદ્ધ હતુ જેમાં પેગંબર-એ-ઈસ્લામ હજરત મોહમ્મદન નવાસા હજરત ઈમામ હુસેનને કરબલામાં પરિવાર અને દોસ્તો સાથે શહીદ કરી દેવામાં આવ્યા હતા. જે મહિને હુસેન અને તેમના પરિવારને શહીદ કરવામાં આવ્યા હતા તે મહોરમનો મહિનો હતા એટલા માટે આ મહિનો તેમની યાદમાં મનાવવામાં આવે છે.

કેવી રીતે મનાવવામાં આવે છે મહોરમ?

કેવી રીતે મનાવવામાં આવે છે મહોરમ?

મહોરમ માતમ અને આંસુ વહાવવાનો મહિનો છે. શિયા સમાજના લોકો આજના દિવસે કાળા કપડા પહેરીને હુસેન અને તેમના પરિવારની શહીદીને યાદ કરે છે અને પોતાની છાતી પીટે છે. હુસેનની શહીદી યાદ કરતા રસ્તા પર જૂલુસ કાઢવામાં આવે છે અને માતમ મનાવવામાં આવે છે. આ દિવસે લોકો રોઝા પણ રાખે છે.

આ પણ વાંચોઃ ગુજરાતના ગીરના જંગલમાં 11 દિવસોમાં 11 સિંહોના સનસનીખેજ મોતઆ પણ વાંચોઃ ગુજરાતના ગીરના જંગલમાં 11 દિવસોમાં 11 સિંહોના સનસનીખેજ મોત

English summary
Muharram, the first month of the Islamic new year, is confirmed to begin on September 11. todays is 1oth day of Muharram.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X