“સની લિયોનની ફિલ્મ પહેલા રાષ્ટ્રગાન વગાડવું અપમાનજનક”

Written By:
Subscribe to Oneindia News

સુપ્રીમ કોર્ટમાં મંગળવારે સિનેમાઘરોમાં ફિલ્મ શરૂ થતાં પહેલાં રાષ્ટ્રગીત અનિવાર્ય કરવાના મામલે કહ્યું કે, સિનેમા હોલમાં રાષ્ટ્રગીત વગાડવું અનિવાર્ય નથી. અનેક લોકોએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે, જેમાંના એક છે ફિલ્મમેકર મુકેશ ભટ્ટ. તેમનું કહેવું છે કે, જો તમે સની લિયોનની ફિલ્મ જોવા જતા હોવ તો સિનેમાઘરમાં રાષ્ટ્રગીત કઇ રીતે વગાડી શકાય? મુકેશ ભટ્ટે કહ્યું કે, મનોરંજનની જગ્યાએ રાષ્ટ્રગીતની ગરિમા સાથે સમાધાન થયું હતું. હું સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સન્માન કરું છું. આ નિર્ણયથી રાષ્ટ્રગીતને ખૂબ સન્માન મળશે.

Mahesh bhutt

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં સોમવારે દાખલ કરવામાં આવેલ શપથ-પત્રમાં કેન્દ્રિય ગૃહ મંત્રાયલના અપર સચિવ દીપક કુમારે કહ્યું હતું કે, કોર્ટને આગ્રહ કરવામાં આવે છે કે, સિનેમાઘરોમાં રાષ્ટ્રગીત વગાડવાના આદેસને મોકૂફ રાખવામાં આવે. આ મામલે જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું હતું કે, લોકો સિનેમાઘર માત્ર મનોરંજન માટે જાય છે. ત્યાં તેમણે રાષ્ટ્રવાદ ઓઢીને જવાની જરૂર નથી. ફ્લેગ કોડ અંગે સરકારે એક્ઝિક્યૂટિવ આદેશ જાહેર કરવા જોઇએ. કોર્ટ આનો બોજો કેમ લે? લોકો શોર્ટ્સ પહેરીને સિનેમા જોવા જાય છે, શું તમે કહી શકો કે એ લોકો રાષ્ટ્રગીતનું સન્માન નથી કરતા? તમે શા માટે એવું માનો છો કો, જે રાષ્ટ્રગીત માટે ઊભું નથી થતું, એ દેશભક્ત નથી.

English summary
mukesh bhatt says Sunny Leone film National Anthem Supreme Court.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.