ફરી એકવાર મિત્રો બનશે અમરસિંહ અને મુલાયમ !

જેના કારણે રાજકીય વિશ્લેષકોમાં ચર્ચા થઇ રહી છે કે અમરસિંહ અને મુલાયમ સિંહ યાદવ ફરી એકવાર મિત્રો બની શકે છે. જો કે અંગે હાલમાં કંઇ કહેવું ઉતાવળ કર્યા બરાબર છે. ક્યારેક એક શરીર એક જીવ કહેનારા અમરસિંહ અને મુલાયમની જોડીએ ખૂબ ધમાલ મચાવી હતી પરંતુ પાર્ટીના અંદરના ડખા અને મુલાયમ સિંહની પુત્રવધૂ ડિમ્પલ યાદવ ફિરોઝાબાદમાં ચૂંટણી હારી જવાના ભણકારા થતાં મુલાયમસિંહે અમરસિંહને પાર્ટીની બહાર તગેડી મૂક્યા હતા.
આટલું જ નહી અમીર સિંહના ખરાબ દિવસોમાં મુલાયમ સિંહ તેમના હાલચાલ પૂછવા પણ ગયા ન હતા એવું લાગું છે કે અમરસિંહને મુલાયમ સિંહ દ્રારા જે જખ્મો મળ્યા છે તે આટલી જલદી રૂઝાશે નહી પરંતુ કોઇએ પણ વિચાર્યુ નહી હોય કે અમરસિંહ અને મુલાયમ આ રીતે છૂટા પડશે માટે તેઓ ફરીથી એક થઇ જાય તો નવાઇ લાગશે નહી.












Click it and Unblock the Notifications
