For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લાલૂ-મુલાયમ વચ્ચે પારિવારિક ગઠબંધન, બનશે વેવાઇ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

લખનઉ, 28 નવેમ્બર: થોડા અઠવાડિયા પહેલાં રાજકીય વર્તુળમાં મિત્ર બન્યા બાદ આરજેડી ચીફ લાલૂ પ્રસાદ યાદવ અને સમાજવાદી પાર્ટીના મુખિયા મુલાયમ સિંહ યાદવની મિત્રતા હવે સંબંધોમાં ફેરવાઇ જવાની છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર લાલૂની પુત્રી રાજ લક્ષ્મીના લગ્ન મુલાયમ સિંહના પૌત્ર તેજ પ્રતાપ યાદવ સાથે નક્કી થઇ ગયા છે. તેજ પ્રતાપ યૂપીના મૈનપુરીથી હાલમાં સાંસદ ચૂંટાયા છે. આ પહેલાં મુલાયમ સિંહ યાદવ અહીંના સાંસદ હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર સગાઇ ડિસેમ્બરના મધ્યમાં થઇ શકે છે અને લગ્ન આગામી વર્ષે ફેબ્રુઆરી મહિનામાં આયોજિત થવાની વાત કહેવામાં આવી છે.

lalu-mulayam

જો મુલાયમ સિંહ યાદવ અને લાલૂ આ બહાને સાથે આવે છે તો જરૂર 1990ના દાયકામાં તેમના વચ્ચે ઉભી થયેલી કડવી યાદોની ઓછી કરવાનો પ્રયત્ન પણ હશે. મુલાયમ સિંહ એ વાત પર દુખ વ્યક્ત કરી ચૂક્યાં છે કે લાલૂએ 1997 સંયુક્ત મોરચાની સરકારમાં વડાપ્રધાન પદના ઉમેદવારને લઇને તેમના નામ પર મડાગાંઠ ઉભી કરી હતી. પરંતુ બદલાતી સ્થિતિમાં એ નક્કી છે કે બંને આ સંબંધથી જનતા દળ પરિવાર સાથે એકજૂટ થવાની સંભાવનાઓને ખૂબ મહત્વ આપવામાં આવી રહ્યું છે.

English summary
Days after the announcement that Samajwadi Party supremo Mulayam Singh Yadav and RJD chief Lalu Prasad Yadav will come together to reincarnate the Janata Dal, the two Yadavs are set to turn the political friendship into relationship.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X