સોનિયા ગાંધીની બાજુમાં ઉભા રહી મુલાયમે કહ્યું, અમે ઈચ્છીએ છીએ કે મોદી ફરી પીએમ બને
નવી દિલ્હીઃ બુધવારનો દિવસ 16મી લોકસભાનો અંતિમ દિવસ રહ્યો. જે બાદ સદનની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવશે. સદનની કાર્યવાહીના આખી દિવસે કેટલાય સભ્યોએ પોત-પોતાના વિચાર વ્યક્ત કર્યા. સદનમાં રાજકીય હંગામાની વચ્ચે સપાના વરિષ્ઠ નેતા મુલાયમ સિંહ યાદવે મોટું નિવેદન આપ્યું. મૈનપુરીથી સાંસદ મુલાયમ સિંહ યાદવે કહ્યું કે તેઓ પીએમ મોદીને શુભેચ્છા આપવા ઈચ્છે છે કે તેમણે સૌને સાથે લઈને ચાલવાની કોશિશ કરી, તેઓ ફરીથી દેશના પીએમ બને.

અમે ઈચ્છીએ છીએ કે મોદી ફરી પીએમ બનશે
16મી લોકસભાના અંતિમ દિવસે સંસદને સંબોધિત કરતા મુલાયમ સિંહ યાદવે કહ્યું કે તેઓ ઈચ્છે છે કે તમામ સભ્યો ફરીથી જીતીને સદનમાં આવે અને પીએમ મોદી બીજીવાર પીએમ બને. જ્યારે પીએમ મોદીએ પણ પોતાના સંબોધન દરમિયાન મલાયમ સિંહ યાદવનો ધન્યવાદ વ્યક્ત કર્યો. મુલાયમ સિંહ યાદવના આ નિવેદન પર રાજકીય હલચલ વધી શકે છે કેમ કે યૂપીમાં બસપા અને સપાએ એકસાથે મળીને ચૂંટણી લડવાનો ફેસલો લીધો છે.
|
મુલાયમ સિંહ યાદવના નિવેદન પર સહમત નથીઃ રાહુલ
બીજી બાજુ રાફેલ પર પ્રેસ કોનફ્રેન્સ કરતાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ મુલાયમ સિંહ યાદવના નિવેદનથી સહમત નથી. તેમણે કહ્યું કે મુલાયમ સિંહ યાદવનું રાજનીતિમાં યોગદાન રહ્યું છે, માટે તેઓ તેમના વિચારોનું સન્માન કરે છે. જણાવી દઈએ કે આજે સદનની કાર્યવાહીનો આખરી દિવસ છે. પીએમ મોદીએ સમાપન સત્રમાં બોલતા કહ્યું કે ત્રણ દશક બાદ દેશમાં પૂર્ણ બહુમતવાળી સરકાર બની અને આઝાદી બાદ પહેલીવાર કોંગ્રેસ ગોત્રની ન હોય તેવી સરકાર બની છે.

પીએમ મોદીએ સૌને ધન્યવાદ આપ્યા
પીએમ મોદીએ કહ્યું કે આવી મિશ્રીત સરકાર અટલજીની હતી અને આવી પૂર્ણ બહુમતવાળી સરકાર 2014માં બની છે. મોદી સરકારના કાર્યકાળનું આખરી સત્ર હતું. દેશમાં આ સમયે લોકોનો વિશ્વાસ વધુ છે. મારા ખ્યાલથી આ સારા સંકેત છે કેમ કે આ વિશ્વાસ વિકાસને હજુ પણ વધારશે. તેમણે કહ્યું કે આ સદનમાં કેટલાય મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા થઈ.
બજેટ સત્રના અંતિમ દિવસે મોદી બોલ્યા- દેશમાં વિશ્વાસ વધી રહ્યો છે