• search

મુલાયમના નિવેદન પર બબાલ, ચોતરફથી લોકનિંદાનો બન્યા શિકાર

નવી દિલ્હી, 11 એપ્રિલ: સમાજવાદી પાર્ટી પ્રમુખ મુલાયમ સિંહ યાદવ દ્વારા આપવામાં આવેલા વિવાદિત નિવેદનની રાજનૈતિક દળોની સાથે સાથે મહિલા અને સામાજિક કાર્યકર્તાઓએ પણ કડક નિંદા કરી છે. મુલાયમે બળાત્કારીઓને આપેલી ફાંસીની સજા પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે 'યુવકોથી ભૂલ થઇ જાય છે..પરંતુ એનો અર્થ એ થોડી છે કે તેમને સૂલી પર લટકાવી દેવામાં આવે.'

ભાજપ નેતાએ જણાવ્યું કે એવો કોઇ કાયદો નથી કે જેના હેઠળ કિશોરોને ફાંસીની સજા કરવામાં આવતી હોય. કિશોર ન્યાય કાયદા હેઠળ આ ક્રાઇમ માટે કિશોરોને ત્રણ વર્ષમાં મૂક્ત કરી દેવામાં આવે છે. મુરાદાબાદમાં એક ચૂંટણી રેલીને સંબોધીત કરતા મુલાયમે એ પણ જણાવ્યું હતું કે નિર્ભયા મામલા બાદ લોકોને ચિંતા થવા લાગી છે.

મુલાયમના આ વિવાદિત નિવેદનના થોડાક જ કલાકો બાદ કોંગ્રેસે તેમની ટિપ્પણીને 'દુર્ભાગ્યપૂર્ણ' ગણાવ્યું છે. અત્રે નોંધીનયી બાબત છે કે હંમેશા બસપા પ્રમુખ માયાવતી સમાજવાદી પાર્ટીને ગુંડાઓની ગુંડાઓની પાર્ટી કહેતી આવી છે અને સપાના રાજમાં રાજ્યમાં ગુંડાગર્દી વધી ગઇ હોવાનો પણ દાવો કરતી આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઇની એક કોર્ટે નવા કાયદાના હેઠળ હાલમાં જ બે બળાત્કારના ત્રણ એવા દોષિઓને મોતની સજા સંભળાવવામાં આવી હતી, જેમને બે મામલામાં દોષી ઠેરવવામાં આવ્યા હતા. મુલાયમ સિંહે દેશભરમાં ચાલી રહેલા લોકસભા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આ નિવેદન આપ્યું હતું. સપા નેતાના આ નિવેદનને 'અસંવેદનશીલ અને દુર્ભાગ્યપૂર્ણ' ગણાવતા તેની નિંદા કરી છે. મુલાયમની ધરપકડની માંગ પણ કરવામાં આવી રહી છે.

સમાજવાદી પાર્ટીના નેતાઓ દ્વારા હમણાને હમણા વિવાદસ્પદ નિવેદનો આવવાથી એ બાબત પણ સ્પષ્ટ થઇ રહી છે કે જે પાર્ટીના નેતાઓના વિચાર આવા હશે તે પાર્ટીની સરકારની નીતિરીતિ પણ કેવી હશે? હમણા આઝમ ખાને પણ મોદીને કૂતરાના મોટા ભાઇ કહ્યા હતા અને બાદમાં કારગીલ યુદ્ધની જીત હિન્દુ નહીં મુસ્લિમ સૈનિકોને આભારી હતું એવું જણાવ્યું હતું.

પરંતુ મોફાટ બની રહેલા સમાજવાદી પાર્ટીના પ્રમુખે તો હદ જ કરી દીધી છે... આવો જોઇએ લોકોએ તેમના વિરોધમાં શું શું કહ્યું છે...

શોભા ઓઝા, કોંગ્રેસ પ્રવક્તા

શોભા ઓઝા, કોંગ્રેસ પ્રવક્તા

કોંગ્રેસ પ્રવક્તા શોભા ઓઝાએ અહીં પત્રકારોને જણાવ્યું કે દુર્ભાગ્યપૂર્ણ છે કે કોઇ નેતા બળાત્કાર જેવા અપરાધ અંગે આવું નિવેદન આપે છે. આવા નિવેદનો તેવા લોકોને પ્રોત્સાહન આપે છે જે લોકો આવા કૃત્યમાં સામેલ છે.

સુબ્રમણ્યમ સ્વામી, ભાજપ

સુબ્રમણ્યમ સ્વામી, ભાજપ

ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું છે કે એવું લાગે છે કે આ નિવેદન આપીને મુલાયમ સિંહ લઘુમતી રાજનીતિ કરી રહ્યા છે. કારણ કે હાલના મુજફ્ફરનગર રમખાણોમાં ઘણી મહિલાયઓ પર કથિતરીતે બળાત્કાર થયો હતો. સ્વામીએ જણાવ્યું કે મુલાયમ સિંહ યાદવે નિર્ભયા મામલામાં પણ લઘુમતિ રાજનીતિ કરવાનું વિચાર્યું હશે.

કિરણ બેદી, સામાજિક કાર્યકર્તા

કિરણ બેદી, સામાજિક કાર્યકર્તા

સમાજસેવી કિરણ બેદીએ જણાવ્યું કે આવા નિવેદન આપનાર નેતાઓનો બહિષ્કાર કરી દેવો જોઇએ. લોકોને કહેવું જોઇએ કે તેઓ આવા નેતાઓને સત્તાથી બહાર કરી દે. બેદીએ જણાવ્યું કે માત્ર આ જ કારણથી આવા લોકો સત્તામાં હોવાથી કામ નથી કરતા અને આખો સમાજ અસુરક્ષિત અનુભવે છે. આ નિવેદન સમાજ વિરોધી છે અને આનાથી અરાજકતા ફેલાઇ રહી છે.

રંજના કુમારી, સમાજસેવિકા

રંજના કુમારી, સમાજસેવિકા

મહિલા મુદ્દા પર કામ કરનાર જાણીતી સમાજસેવિકા રંજના કુમારીએ માંગ કરી છે કે આવા નિવેદન આપવા પર મુલાયમ સિંહની ધરપકડ થવી જોઇએ.

પૂર્ણિમા અડવાણી, રાષ્ટ્રીય મહિલા પંચની પૂર્વ અધ્યક્ષ

પૂર્ણિમા અડવાણી, રાષ્ટ્રીય મહિલા પંચની પૂર્વ અધ્યક્ષ

રાષ્ટ્રીય મહિલા પંચની પૂર્વ અધ્યક્ષ પૂર્ણિમા અડવાણીએ જણાવ્યું કે ઓછામાં ઓછી સાર્વજનિકરીતે માફી માગવી જોઇએ. ચૂંટણી પંચે આ મુદ્દાને ગંભીરતાથી લેવું જોઇએ. આ એક નકારાત્મક અને થર્ડક્લાસ ચૂંટણી સ્ટંટ છે જેનાથી તેમને જ નુકસાન ભોગવવું પડશે. અને મને વિશ્વાસ છે કે લોકો તેમને સત્તાથી ખદેડી દેશે.

પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ

પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ

અત્રે નોંધનીય છે કે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહે એવું કહ્યું હતું કે નવા બળાત્કાર વિરોધી કાયદામાં ફેરફારની જરૂરીયાત છે જેથી આ કાયદાનો ખોટો ઉપયોગ કરનારા લોકોને પણ સજા મળી શકે.

English summary
In a highly insensitive and controversial statement at the time when security of women is a major issue, Samajwadi Party chief Mulayam Singh Yadav on Thursday said that it was wrong to give capital punishment to rapists.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more