For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભા 2019ની ચૂંટણી જીતવા ભાજપ જેવી તૈયારી એકેય પાર્ટીએ નથી કરીઃ મુલાયમ સિંહ યાદવ

2019ની ચૂંટણી જીતવા ભાજપે સૌથી વધુ તૈયારી કરી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવે લોકસભા ચૂંટણી પહેલા પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને સલાહ આપી છે. મુલાયમ સિંહે કહ્યું કે તમને મોટી જવાબદારી સોંપવામાં આવી છે, પરંતુ તમે યોગ્ય રીતે તે જવાબદારી નિભાવી રહ્યા નથી. મુલાયમ સિંહે આ નિવેદન પાર્ટી કાર્યાલયમાં નવા વર્ષ દરમિયાન આયોજિત કાર્યક્રમમાં આપ્યું હતું. એટલું જ નહિ, મુલાયમ સિંહે કહ્યું કે 2019ની ચૂંટણી જીતવા માટે જેટલી તૈયારી ભારતીય જનતા પાર્ટીની છે તેટલી તૈયારી અન્ય કોઈ પાર્ટીની નથી.

mulayam singh yadav

મુલાયમ સિંહે આ દરમિયાન અખિલેશ યાદવને મહિલાઓ પર વિશેષ ધ્યાન આપવા કહ્યું. તેમણે કહ્યું કે સૌથી વધુ ધ્યાન મહિલાઓ પર આપવાની જરૂરત છે કેમ કે જ્યાં સુધી મહિલાઓ રહેશે ત્યાં સુધી પરિવાર રહેશ, જો સંપૂર્ણ મતદાન થઈ જાય તો સપા ચૂંટણી જીતી જશે અને તે પણ ભારે બહુમતીથી. બીજી બાજુ કાર્યક્રમ દરમિયાન પાર્ટી કાર્યકર્તા જ્યારે આ નારા લગાવી રહ્યા હતા કે હમારા નેતા કૈસા હો, અખિલેશ યાદવ જૈસા હો તો મુલાયમ સિંહે ફટકાર લગાવતા કહ્યું કે જ્યારે નેતા બોલે તો તેની વાત સાંભળો, વાત સારી લાગે તો તાળી વગાડો.

કાર્યક્રમ દરમિયાન બોલતાં અખિલેશ યાદવે કહ્યું કે તારીખ બદલવાથી લોકોમાં ભારે હર્ષ જોવા મળી રહ્યો છે, સોચો કે જો ભાજપ સરકાર બદલી જશે તો લોકો પર શું અસર થશે, જેનો અંદાજો તમે લગાવી ન શકો. અખિલેશ યાદવે કહ્યું કે અમારે સંકલ્પ લેવાનો રહેશે કે સરકાર બદલીએ, લોકતંત્રમાં જૂઠ, દગાબાજી અને ભ્રષ્ટાચાર નહિં ચાલે. જે જૂઠ દિલ્હીથી ચાલ્યું હતું તે લખનઉ સુધી આવી ગયું, પૂરા દેશમાં જૂઠ ફેલાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે સપા યુપીને વિકાસના રસ્તા પર લઈ જઈ રહી હતી, પરંતુ ભાજપે તે બંધ કરી દીધું.

આ પણ વાંચો- ગુજરાતમાં દર કલાકે પકડાય છે 9 દારૂડિયા! જપ્ત કર્યો હજારો લીટર દારૂ

English summary
Mulayam Singh Yadav says BJP preparation for 2019 is matchless Akhilesh is not doing his duty well.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X