For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પતિ સાથે ઝગડો, 5 વર્ષના બાળક સાથે ઉંદર મારવાની દવા પીધી, મૌત

મુંબઈના જુહુ તારા રોડ પર શિવાજીનગર વિસ્તારમાં રહેનાર એક મહિલાએ પતિ સાથે ઝગડો કર્યા પછી પોતાના 5 વર્ષના દીકરાને ઉંદર મારવાની દવા પીવડાવી દીધી.

|
Google Oneindia Gujarati News

મુંબઈના જુહુ તારા રોડ પર શિવાજીનગર વિસ્તારમાં રહેનાર એક મહિલાએ પતિ સાથે ઝગડો કર્યા પછી પોતાના 5 વર્ષના દીકરાને ઉંદર મારવાની દવા પીવડાવી દીધી. તેને કારણે બાળકની મૌત થઇ ગઈ. મહિલાએ જાતે પણ ઝહેર પી આત્મહત્યા કરવાની કોશિશ કરી પરંતુ તેનો જીવ બચી ગયો. આ ઘટના સોમવારની છે. મહિલાનો તેના પતિ સાથે પૈસાને કારણે ઝગડો થયો હતો.

આ પણ વાંચો: દિલ્હીમાં ડબલ મર્ડર, મહિલા ફેશન ડિઝાઈનર સહીત નોકરની હત્યા

દીકરાની મૌત, માતાની હાલત ગંભીર

દીકરાની મૌત, માતાની હાલત ગંભીર

34 વર્ષની રીનાએ સોમવારે આત્મહત્યા કરવાની કોશિશ કરી. તેને પોતાના પાંચ વર્ષના દીકરા હર્ષને જાતે ઝહેર પીવડાવી દીધું. બંનેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા, જ્યાં મંગળવારે હર્ષને મૃત જાહેર કરવામાં આવ્યો જયારે રીનાનો ઉપચાર ચાલી રહ્યો છે. હજુ પણ તેની હાલત ગંભીર છે.

રૂપિયાને કારણે પતિ સાથે ઝગડો

રૂપિયાને કારણે પતિ સાથે ઝગડો

સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનથી વિનોદ કાનવાજે ઘ્વારા જણાવવામાં આવ્યું કે રિના વિરુદ્ધ હત્યાનો કેસ નોંધી લેવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે આ મામલે તપાસ કર્યા પછી ખબર પડી કે રીનાએ પરિવાર સાથે થયેલા ઝગડાને કારણે આવું પગલું ભર્યું. રીનાએ પતિ રાજેશ પાસે ઘર ખર્ચ માટે પૈસાની માંગણી કરી, જેને કારણે રાજેશે તેના પર ગુસ્સો કર્યો. ત્યારપછી બંને વચ્ચે વિવાદ થયો. ત્યારપછી રીના મોટા દીકરા હર્ષ સાથે ઘર છોડીને ચાલી ગઈ.

હોસ્પિટલમાં ડોક્ટરોને ઝહેર પીવાની વાત જણાવી

હોસ્પિટલમાં ડોક્ટરોને ઝહેર પીવાની વાત જણાવી

પોલીસે જણાવ્યું કે ઘરથી નીકળ્યા પછી રિના દીકરા સાથે જુહુ બીચ પર ગઈ. અહીં એક દુકાનથી તેને ઉંદર મારવાનું ઝહેર લીધું. પહેલા તેને આ ઝહેર જાતે પીધું પછી પોતાના દીકરાને પીવડાવી દીધું. હર્ષ જયારે ઉલ્ટીઓ કરવા લાગ્યો ત્યારે રિના તેને લઈને હોસ્પિટલ પહોંચી. અહીં રીનાએ પોતાની તબિયત ખરાબ થતા પહેલા ડોક્ટરોને આખી વાત જણાવી. ત્યારપછી હોસ્પિટલ ઘ્વારા પોલીસને તેના વિશે સૂચના આપવામાં આવી.

English summary
mumbai 5 year old boy dies after mother feeds him rat poison
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X