For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

#MumbaiBridgeCollapse: પિયુષ ગોયલે આપ્યા જાંચના આદેશ

માયાનગરી મુંબઈમાં ભારે વરસાદને કારણે અંધેરી રેલવે સ્ટેશન પાસે ગોખલે પુલનો એક ભાગ તૂટી ગયો. આ દુર્ઘટનામાં 6 લોકો ઘાયલ થયા છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

માયાનગરી મુંબઈમાં ભારે વરસાદને કારણે અંધેરી રેલવે સ્ટેશન પાસે ગોખલે પુલનો એક ભાગ તૂટી ગયો. આ દુર્ઘટનામાં 6 લોકો ઘાયલ થયા છે. લોકલ ટ્રેનો પણ પ્રભાવિત થયી છે. મુંબઈમાં હજુ પણ ભારે વરસાદ પડી રહ્યો છે, પરંતુ એનડીઆરએફ, બીએમસી, ફાયરબ્રિગેડ અને આરપીએફ સ્ટાફ જગ્યા પર હાજર છે. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.

mumbai bridge collapse

આ મામલે જ્યાં સીએમ દેવેન્દ્ર ફડણવીસ ઘ્વારા પોલીસ કમિશનર અને બીએમસી કમિશનર સાથે વાત કરીને જાણકારી લેવામાં આવી છે. ત્યાં જ બીજી બાજુ પિયુષ ગોયલ ઘ્વારા ટવિટ કરીને જણાવવામાં આવ્યું છે કે રોડ ઓવરબ્રીઝનો એક હિસ્સો અંધેરી સ્ટેશન પાસે પાટાઓ પર પડી ગયો, જેનાથી રેલવે યાતાયાત પ્રભાવિત થયો છે. અધિકારીઓને ઝડપી કામ કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. રેલવે સુરક્ષા આયુક્ત ઘ્વારા જાંચ માટે આદેશ પણ આપી દેવામાં આવ્યા છે.

આપણે જણાવી દઈએ કે આ બ્રિજનું નામ ગોખલે બ્રિજ છે, જેના પડવાથી યાતાયાતમાં ઘણી અસર પડી છે. અંધેરી થી વિલે પાર્લે જતી બધી જ 4 લાઈનો બંધ કરી દેવામાં આવી છે. ગોખલે બ્રિજ પડવાને કારણે મુંબઈના ફેમસ ડબ્બાવાલાનું પણ કામ ઠપ્પ થઇ ગયું છે.

English summary
Railway minister Piyush Goel orders for an enquiry by Commissioner of Rail Safety into the Andheri bridge collapse incident.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X