• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારત પહોંચ્યો છોટા રાજન, દિલ્હી-મુંબઇ પોલિસમાં કસ્ટડી મામલે વિવાદ

|
Google Oneindia Gujarati News

છેવટે ભારતના મોસ્ટ વોન્ટેડ આરોપી અને અંડરવર્લ્ડ ડોન ભારત પહોંચી ગયો. હાલ તેને દિલ્હી પોલિસની કસ્ટડીમાં લોધી કોલોનીમાં આવેલી સ્પેશય સેલમાં રાખવામાં આવ્યો છે. નોંધનીય છે કે દિલ્હી પોલિસે છોટા રાજનના તમામ કેસ સીબીઆઇને હેન્ડઓવર કર્યા છે. અને હવે સીબીઆઈ તેને આ વિષે પૂછપરછ કરશે.

જાણો પોતાને દેશભક્ત ડોન કહેનાર છોટા રાજન કેમ ખુશ છે તેની ધરપકડથી

સામાન્ય રીતે ગત રવિવારે છોટા રાજનને ભારત લાવવાનો હતો પણ ઇન્ડોનેશિયાની બાલિમાં જ્વાળામુખી ફૂટતા તેને ગુરુવારે સાંજે સ્પેશયલ વિમાન દ્વારા દિલ્હી લાવવામાં આવ્યો હતો. જો કે બાલીની નીકળતા પહેલા જ્યારે છોટા રાજનને મીડિયાએ પૂછ્યું કે તેને ભારત જતા કેવું લાગી રહ્યું છે તો તેને કહ્યું હતું કે "હું ભારત જવાથી ખુશ છું. ભારત મારી ધરતી માં છે. અને ભારતમાં જ મારો જન્મ થયો છે. હું ખુશ છું!"

મોસ્ટ વોન્ટેડ છોટા રાજન, જાણો શું છે રાજનનો ભૂતકાળ?

જો કે છોટા રાજનના ભારત આવવાથી મુંબઇ પોલિસને બહુ આશ હતી કે છોટા રાજનનો હવાલો પહેલા તેમને મળશે. કારણ કે મહારાષ્ટ્રમાં છોટા રાજન પર 75 કેસ ચાલી રહ્યા છે. અને રાજનનો હવાલો મેળવવા માટે તેણે તમામ દસ્તાવેજી તૈયારી કરી રાખી હતી તેવું મુંબઇ પોલિસનો દાવો છે. પણ રાજનના ભારત આવવાની સાથે જ સીધો તેનો હવાલો દિલ્હી પોલિસને સોંપતા મુંબઇ પોલિસનું મોઢું નાનું થઇ ગયું હતું. અને વર્ષોથી ચાલી આવતી દિલ્હી-મુંબઇ પોલિસની આંતરિક વિવાદ ફરી ખુલીને સામે આવ્યો હતો.

જાણો કેમ એક વખતના જીજા-સાળા, આજના દુશ્મન બની ગયા

ત્યારે છોટા રાજનને ભારતમાં કેવી સુરક્ષા આપવામાં આવી છે. તેને કયા કયા કેસ મામલે પૂછપરછ થશે. કેવી રીતે મુંબઇ અને દિલ્હી પોલિસ વચ્ચે આવી જ રાજન વિવાદ ઊભો કરી દીધો તે વિષે વિસ્તૃત માહિતી મેળવો નીચેના આ વિસ્તૃત ફોટોસ્લાઇડરમાં....

છોટા રાજનની સુરક્ષા વ્યવસ્થા

છોટા રાજનની સુરક્ષા વ્યવસ્થા

સુત્રોથી પાત્ર માહિતી મુજબ છોટા રાજનને દિલ્હીમાં સુરક્ષિત સ્થળે લઇ જવા માટે ડમી કાફલાનો ઉપયોગ કરવામાં આવ્યો હતા. વળી તેને ત્રણ સ્તરીય સુરક્ષામાં રાખવામાં આવ્યો હતો. દિલ્હી પોલિસ અને સીઆઇએસએફ દ્વારા તેને સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી.

છોટા રાજન ઉર્ફ રાજન મોહન કુમાર

છોટા રાજન ઉર્ફ રાજન મોહન કુમાર

નકલી પાસપોર્ટ પર બાલીમાં છોટા રાજનની ધરપકડ કરવામાં આવી હતી. તેને ઓસ્ટ્રેલિયા સ્થિત ભારતીય ઉચ્ચ આયોગ દ્વારા ઉપરોક્ત નકલી નામે પાસપોર્ટ બનાવ્યો હતો. જો કે આ અંગે વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે આવું પહેલા પણ અનેક વાર થયું છે અને અમે આ અંગે યોગ્ય કાર્યવાહી કરશું.

આર્થર રોડ જેલમાં કોટડી તૈયાર

આર્થર રોડ જેલમાં કોટડી તૈયાર

બાલીમાં છોટા રાજનની ધરપકડ બાદ મહારાષ્ટ્ર પોલિસે ભારતમાં આવ્યા બાદ તેની કસ્ટડી મેળવવા માટેની તમામ વ્યવસ્થા કરી રાખી હતી. એટલું જ નહીં તેમણે તો મુંબઇના આર્થર રોડ જેલમાં બેરેક 12 નામની કોટડી પણ ખાલી કરાવીને તેના માટે રાખી દીધી છે. પણ આટલી તૈયારી કરવા છતાં જેવા રાજન ભારત પહોંચ્યો તેવો તેની કસ્ટડી મુંબઇ પોલિસને નહીં દિલ્હી પોલિસને સોંપવામાં આવી જેના કારણે મુંબઇ પોલિસ કેટલાક અધિકારીઓ રોષે ભરાય છે

વિશ્વાસનીયતા પર સવાલ

વિશ્વાસનીયતા પર સવાલ

તે વાત તો જગજાહેર છે કે મુંબઇ અને દિલ્હી પોલિસ વચ્ચે પહેલા કોણની લડાઇ ચાલતી જ રહે છે. ત્યારે મુંબઇમાં રાજન પર 75 કેસ હોવા છતાં તેની કસ્ટડી દિલ્હી સોંપતા મુંબઇ પોલિસના કેટલાક અધિકારીઓએ નામ ના દેવાની શરતે આ અંગે રોષ વ્યક્ત કરતા કહ્યું છે કે શું ભારતની સરકારને અમારી કાર્યનિષ્ઠા પણ વિશ્વાસ નથી.

છોટા રાજનને પણ છે ભય

છોટા રાજનને પણ છે ભય

જો કે આ અંગે છોટા રાજન પણ પોતાનો ભય બતાવી ચૂક્યો છે. તેણે ભારત આવતા પહેલા કહ્યું હતું કે તેને ભય છે કે મુંબઇ પોલિસના કેટલાક લોકો ડી ગેંગથી મળેલા છે જે તેની હત્યા કરી શકે છે.

કોણ કરશે પૂછપરછ

કોણ કરશે પૂછપરછ

હાલ તો સીબીઆઇ છોટા રાજનની પૂછપરછ કરશે. ગુપ્તચર વિભાગ દ્વારા પણ રાજનની પૂછપરછ થાય તેવી શક્યતા છે. મૂળ તો આ દ્રારા પોલિસ અંડરવર્લ્ડની મોટરઓપરેન્ડી સમજવામાં માગે છે જેથી કરીને તે ડી ગેંગ પર પોતાની પકડ મજબૂત કરી શકે. જો કે મુંબઇ પોલિસને હવે છોટા રાજનનો હવાલો ક્યારે મળે છે તે જોવું રહ્યું.

English summary
The Maharashtra government's decision to hand over all the cases against underworld don Chhota Rajan to CBI has not gone down well with Mumbai Police with several senior officials criticising the move stating that it has raised doubts over their ability.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X