મુંબઈઃ કમલા મિલ્સ કમ્પાઉન્ડની નિર્માણાધીન બિલ્ડિંગમાં લાગી આગ
મુંબઈના કમલા મિલ્સ કમ્પાઉન્ડ પાસે એક નિર્માણાધીન બિલ્ડિંગમાં આગ લાગવાથી અફડાતફડી મચી ગઈ. આગ બુઝાવવા માટે સ્થળ પર ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ હાજર છે. આ દૂર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આગ લાગવાના કારણોની હજુ સુધી જાણકારી મળી શકી નથી. હાલમાં આગને બુઝાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.
જણાવવામાં આવી રહ્યુ છે કે જે સમયે આ દૂર્ઘટના બની તે સમયે બિલ્ડિંગમાં કામ કરતા મજૂરો ત્યાં હાજર હતા. ફસાયેલા મજૂરોને બહાર કાઢવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સમાચાર મુજબ આગ સવારે લગભગ 7 વાગે 5માં માળે લાગી. બિલ્ડીંગમાંથી ધૂમાડો નીકળતો જોઈ વિસ્તારમાં અફડાતફડી મચી ગઈ અને ફાયર સ્ટેશનને સૂચના આપવામાં આવી. ફાયર બ્રિગેડની 5 ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ અને આગ બુઝાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.
Mumbai: Fire breaks out in an under construction building near Kamala Mills compound. 5 fire tenders at the spot pic.twitter.com/A7uM3LCEWh
— ANI (@ANI) 29 December 2018
બિલ્ડીંગમાંથી નીકળતો ધૂમાડો દૂરથી જ જોઈ શકાય છે. કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં આ પહેલા પણ આગ લાગવાથી ભારે તબાહી મચી ગઈ હતી. ગયા વર્ષે કમલા મિલ્સ કમ્પાઉન્ડ સ્થિત એક રેસ્ટોરન્ટમાં આગ લાગવાથી 14 લોકોના મોત નીપજ્યા હતા. આ પહેલા કાલે મુંબઈના ચેમ્બુરની સરગમ સોસાયટીમાં ગુરુવારની મોડી રાતે ભીષણ આગ લાગી ગઈ. આગ ઈમારતના 14માં માળે લાગી હતી. આગ લાગવાથી 4 વૃદ્ધો સહિત પાંચ લોકોના મોત નીપજ્યા જ્યારે બે લોકો ગંભીર રીતે બળી ગયા. આગ તિલક નગરના ગણેશ ગાર્ડન સ્થિત સરગમ સોસાયટીમાં સાંજે લગભગ સાડા સાત વાગે લાગી હતી.