For Quick Alerts
For Daily Alerts
મુંબઈઃ 2000 યાત્રીઓને લઈ જઈ રહેલ મહાલક્ષ્મી એક્સપ્રેસ વરસાદમાં ફસાઈ, મદદ માટે NDRF મોકલાઈ
મુંબઈઃ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ભારે વરસાદે કોહરામ મચાવ્યો છે, શહેર લાઈફલાઈન કહેવાતી લોકલ ટ્રેન પણ મોડી ચાલી રહી છે. આ બધાની વચ્ચે અહેવાલ મળી રહ્યા છે કે બદલાપુર અને વાનગાની રૂટ પરચાલતી મહાલક્ષ્મી એક્સપ્રેસ પાણીમાં ફસાઈ ગઈ છે. આ ટ્રેનમાં 2000 જેટલા યાત્રીઓ સવાર છે. સેન્ટ્રલ રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજરે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવ દળને નિર્દેશ આપ્યા છે. જણાવી દઈએ કે મુંબઈમાં ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
હવામાન રિપોર્ટઃ આ રાજ્યોમાં આજનો દિવસ ભારે, 24 કલાકમાં ભારે વરસાદની સંભાવના