For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈઃ 10 દિવસથી લાપતા હીરા વેપારીનો મૃતદેહ મળ્યો, કેટલીય એક્ટ્રેસ-મોડેલની પૂછપરછ

મુંબઈઃ 10 દિવસથી લાપતા હીરા વેપારીનો મૃતદેહ મળ્યો

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મુંબઈ પાસે પનવેલમાં એખ હીરા વેપારીનો મૃતદેહ મળી આવતાં હડકંપ મચી જવા પામ્યો છે. ઘાટકોપરમાં રહેતા 57 વર્ષના કિશોરીલાલ ઉડાની લાપતા થવાની ફરિયાદ પરિજનોએ કરી હતી. છેલ્લે તેઓ 28 નવેમ્બરે વિખરોલી પોલીસ આઉટપોસ્ટની પાસે જોવા મળ્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકલી આપી આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

dead

આ મામલામાં પોલીસ હીરા વેપારીના ફોન રેકોર્ડને ચકાસી રહી છે. પોલીસ મુજબ વેપારીના ફોન રેકોર્ડ મુજબ તેઓ અંધેરીથી પૂર્વી એક્સપ્રેસ રાજમાર્ગ અને બિખરોલી માટે નીકળ્યા હતા. નવી મુંબઈમાં હીરા વેપારીનો ફોન સ્વિચ ઑફ થઈ ગયો હતો.

પોલીસને શંકા છે કે જે કારમાં તેઓ વિખરોલીથી નીકળ્યા હતા તે કારમાં તેમની સાથે બીજું કોઈ પણ હાજર હતું. પોલીસનુંકહેવું છે કે કૉલ રેકોર્ડથી માલુમ પડ્યું હીરા વેપારી કેટલીય એવી મહિલાઓના સંપર્કમાં હતા જે બારમાં કામ કરતી હતી. વેપારી હંમેશા ડાન્સ જોવા માટે બારમાં જતા હતા. આ ઉપરાંત ટીવી સિરિયલમાં કામ કરતી મહિલાઓની સાથોસાથ બિઝનેસમેન અને કેટલાક નેતાઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો- 33,400 લોકોને આપશે નોકરી બાબા રામદેવ, જાણો શું છે પ્લાન

English summary
mumbai: missing diamond trade found dead, police questioning several people, including a few from the television industry
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X