For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈઃ મોડલની હત્યા કર્યા બાદ શબના ટુકડા કરી સૂટકેસમાં ભરીને ફેંકી દીધી

મુંબઈમાં મોડલની હત્યા મામલે 20 વર્ષના આરોપી છાત્રની ધરપકડ કરવામાં આવી છે. જે મોડેલની હત્યા કરવામાં આવી છે તેની ઓળખ માનસી દીક્ષિત તરીકે થઈ છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈમાં મોડલની હત્યા મામલે 20 વર્ષના આરોપી છાત્રની ધરપકડ કરવામાં આવી છે. જે મોડેલની હત્યા કરવામાં આવી છે તેની ઓળખ માનસી દીક્ષિત તરીકે થઈ છે. પ્રારંભિક તપાસ અનુસાર દીક્ષિતની હત્યા આરોપી મુઝમ્મિલ સૈયદે કરી હતી. હત્યા બાદ આરોપી માનસીના શબના ટુકડ-ટુકડા કરીને એક સૂટકેસમાં બંધ કરી દીધી અને મલાડ વિસ્તારમાં તેને ફેંકી દીધી હતી. આરોપી છાત્રની પોલિસે સોમવારે સાંજે ધરપકડ કરી લીધી છે.

આ પણ વાંચોઃ દેશના વિભિન્ન ભાગોમાં કેવી રીતે મનાવવામાં આવે છે નવરાત્રિ, જાણોઆ પણ વાંચોઃ દેશના વિભિન્ન ભાગોમાં કેવી રીતે મનાવવામાં આવે છે નવરાત્રિ, જાણો

ઈન્ટરનેટ પર થઈ હતી મુલાકાત

ઈન્ટરનેટ પર થઈ હતી મુલાકાત

બાંગડ નગર પોલિસ અનુસાર 20 વર્ષીય માનસી રાજસ્થાનની રહેવાસી હતી અને તે મુંબઈમાં મોડલ બનવા માટે આવી હતી. માનસીની સૈયદ સાથે મુલાકાત ઈન્ટરનેટ પર થઈ હતી. ત્યારબાદ બંને સોમવારની બપોરે અંધેરી સ્થિત સૈયદના અપાર્ટમેન્ટ પર મળ્યા હતા. અહીં બને વચ્ચે કોઈ વાત માટે ચર્ચા થઈ હતી જેના કારણે આરોપી સૈયદે માનસી પર કોઈ ભારે વસ્તુથી હુમલો કરી દીધો અને બાદમાં ગળુ દબાવી હત્યા કરી દીધી.

રિક્ષાચાલકે આપી જાણકારી

રિક્ષાચાલકે આપી જાણકારી

એક પોલિસ અધિકારીએ જણાવ્યુ કે આરોપીએ પીડિતાના શબને કાપીને એક સૂટકેસમાં મુક્યુ અને પ્રાઈવેટ કેબ બોલાવી અને સૂટકેસને લઈને મલાડ ગયો અને તેની ફેંકી ત્યાંથી ભાગી ગયો. તેણે આ ઘટનાન બપોરે 3 વાગ્યાથી 4 વાગ્યા વચ્ચે અંજામ આપ્યો હતો. પોલિસને ઘટનાની જાણકારી કેબ ડ્રાઈવરે આપી હતી. ડ્રાઈવરે જોયુ હતુ કે સૈયદે એક બેગ ફેંકી રિક્ષામાં બેસીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણકારી મળ્યા બાદ થોડી વારમાં જ પોલિસ પહોંચી ગઈ અને માનસીનું શબ લીધુ. સૂત્રોની માનીએ તો જે રસ્સીથી માનસીનું ગળુ દબાવવામાં આવ્યુ હતુ તે રસ્સી માનસીના ગળા પર જ બાંધેલી હતી.

ગુનો કબૂલ્યો

ગુનો કબૂલ્યો

સીસીટીવી ફૂટેજના આધારે પોલિસે રિક્ષા ચાલકની ઓળખ કરી અને તેની મદદથી સૈયદની ધરપકડ કરવામાં પોલિસને સફળતા મળી. ઝોન 11 ના ડીસીપી સંગ્રામ સિંહ નશાંદરે જણાવ્યુ કે અમે આ મામલે એફઆઈઆર દાખલ કરી દીધી છે. આરોપી સામે આઈપીસીની કલમ હેઠળ કેસ કરવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. સૈયદને આજે મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલિસે જણાવ્યુ કે સૈયદે માનસીની હત્યાનો ગુનો કબૂલી લીધો છે, શબને ઓટોપ્સી માટે મોકલવામાં આવ્યુ છે.

English summary
Mumbai Model was murdered chopped and body was packed in a suitcase thrown by 20 year old student.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X