For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે દેશની પ્રથમ મોનો રેલ સેવાનું મુંબઇમાં ઉદઘાટન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 1 ફેબ્રુઆરી: દેશની પ્રથમ મોનોરેલ સેવા મુંબઇના કેન્દ્રિય પૂર્વી ઉપનગરીય વાડલા-ચેંબૂર વચ્ચે આજથી શરૂ થઇ રહી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ આજે મોનોરેલ સેવાનું ઉદઘાટન કરશે. સામાન્ય પ્રજા માટે આવતીકાલે (રવિવાર)થી આ મોનોરેલ પર યાત્રા કરી શકશે. બે વર્ષથી વધુ સમય બાદ મહાનગરમાં 8.9 કિલોમીટરની આ મોનોરેલ સેવા શરૂ થઇ રહી છે.

લગભગ 3,000 કરોડના ખર્ચવાળી મોનોરેલ પરિયોજના બે તબક્કામાં શરૂ કરવામાં આવી રહી છે. પહેલાં ચરણમાં 8.9 કિલોમીટર લાંબી વાડલા-ચેંબૂર ખંડનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું આજે ઉદઘાટન કરવામાં આવશે. બીજા ચરણમાં દક્ષિણ મુંબઇમાં સંત ગડગે મહારાજ ચોક સુધી તેનો વિસ્તાર કરવામાં આવશે.

monorail

ઑથોરાઈઝેશને પ્રથમ ચરણ માટે ભાડું 5 થી 11 રૂપિયા વચ્ચે નક્કી કર્યું છે અને એમએમઆરડીએ પહેલાં ચરણમાં છ ટ્રેન તથા બીજા ચરણમાં 10 ટ્રેનો દોડાવશે. શરૂઆતી તબક્કામાં મોનોરેલમાં ચાર ડબ્બા હશે. તેની ક્ષમતા 2,300 યાત્રીઓને લઇ જવા લાવવાની છે. સૂત્રોએ જણાવ્યું હતું કે દર ચાર મિનિટે યાત્રીઓ માટે મોનોરેલ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

મોનોરેલ પરિયોજના ચલાવનાર એન્જિનિયરિંગ કંપની લાર્સન એન્ડ ટૂબ્રો લિ. (એલ એન્ડ ટી) તથા મલેશિયાઇ કંપની સ્કોમી એન્જિનિયરિંગ કંપનીનો સમૂહ કરી રહ્યો છે.તેનું સંચાલન એમએમઆરડીએ કરશે. આ સેવાથી વાડલા અને ચેંબૂર વચ્ચે યાત્રા સમય હાલ 40 મિનિટથી ઘટીને લગભગ 21 મિનિટનો થઇ ગયો છે.

English summary
The much-awaited Mumbai monorail will be inaugurated by Maharashtra Chief Minister Prithviraj Chavan and Deputy Chief Minister Ajit Pawar today. It will open to the public on Sunday, making Mumbai the first city in India to use a monorail.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X