For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સમીર વાનખેડે સામે અત્યાર સુધી 4 ફરિયાદો, તપાસ માટે નિયુક્ત કરવામાં આવ્યા ACP લેવલના અધિકારી

મહારાષ્ટ્રમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે સામે લાગેલા આરોપોની તપાસ મુંબઈ પોલિસે શરુ કરી દીધી છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મહારાષ્ટ્રમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે સામે લાગેલા આરોપોની તપાસ મુંબઈ પોલિસે શરુ કરી દીધી છે. આના માટે મુંબઈ પોલિસ દ્વારા એસીપી સ્તરના અધિકારીની નિયુક્તિ કરવામાં આવી છે. આ અધિકારી વાનખેડે વિરુદ્ધ મળેલી બધી ફરિયાદો પર તપાસ કરશે. ફરિયાદો સાચી જણાતા વાનખેડે સામે રાજ્ય સરકાર કાનૂની કાર્યવાહી કરી શકે છે. જણાવવામાં આવી રહ્યુ છે કે અત્યાર સુધી મુંબઈના ચાર પોલિસ સ્ટેશનોમાં સમીર વિરુદ્ધ ફરિયાદો મળી છે.

Sameer Wankhede

સમીર અને નવાબ વચ્ચે આરોપ-પ્રત્યારોપ ચાલુ

આ તરફ મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(એનસીપી)ના પ્રવકતા નવાબ મલિક નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો(એનસીબી)ના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે વિરુદ્ધ સતત હુમલા કરી રહ્યા છે. નવાબે હમણા કહ્યુ છે કે સમીર વાનખેડેએ ક્રૂઝ ડ્ર્ગ્સ પાર્ટીમાં હાજર ઈન્ટરનેશનલ ડ્રગ માફિયા અને તેની ગર્લફ્રેન્ડને ન પકડી જ્યારે શાહરુખ ખાનના દીકરા આર્યનને પકડાવી દીધો. આના 2 દિવસ પહેલા નવાબે સમીર સામે 26 આરોપોની ચિઠ્ઠી મીડિયા સામે રાખી હતી. નવાબે દાવો કર્યો કે સમીરે ખોટા સર્ટિફિકેટથી નોકરી મેળવી છે. એટલુ જ નહિ મલિકે એ પણ કહ્યુ કે વાનખેડેએ બૉલિવુડની ઘણી અભિનેત્રીઓ પાસેથી ઘણા પૈસા કમાયા છે. નવાબના જણાવ્યા મુજબ જે ચિઠ્ઠીથી હવે સમીરની પોલ ખોલવામાં આવી રહી છે તે ચિઠ્ઠી એનસીબીના એક અધિકારીએ જ તેમને મોકલી હતી.

સમીરની પત્નીએ માંગી સુરક્ષા

આ તરફ નવાબના જવાબમાં સમીરની પત્નીએ ઘણા નિવેદન આપ્યા. મીડિયા સામે સમીરની પત્નીએ કહ્યુ કે નેતા મારા પતિ વિશે જૂઠ બોલી રહ્યા છે. અમને હવે ધમકીઓ મળી રહી છે... કોઈ મારી નાખવાની વાત કહી રહ્યુ છે તો કોઈ સબક શીખવાડવાની ધમકી આપી રહ્યુ છે. અમને સુરક્ષા જોઈએ. મારા પતિ ફરજ નિભાવી રહ્યા છે.

સમીર પર મુસ્લિમ યુવતી સાથે નિકાહ કરવાનો પણ આરોપ

મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે કહ્યુ કે સમીરે મુસ્લિમ સર્ટિફિકેટ દ્વારા જાહિદા સાથે નિકાહ કર્યા હતા. તેણે પોતાના પિતાના સર્ટિફિકેટનો ઉપયોગ કરીને નોકરી મેળવી. ઘણા દલિત સંગઠન મારી સાથે આ વાત કરી રહ્યા છે. હવે અમે સમીરના સર્ટિફિકેટ માટે સ્ક્રૂટની કમિટિ સમક્ષ ફરિયાદ નોંધાવીશુ. સમીરના પિતા પોતાનુ કાસ્ટ સર્ટિફિકેટ બધાની સામે રાખી રહ્યા છે. સમીરનુ કાસ્ટ સર્ટિફિકેટ ક્યાં છે? બતાવશો નહિ?

English summary
Mumbai Police ACP-level officer to investigate the allegations against NCB Zonal Director Sameer Wankhede
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X