For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઇ વરસાદ: ફસાયેલા લોકો માટે હેલ્પલાઇન નંબર

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશે લોકોને કરી અપીલ જરૂરી ના હોય તો ના નીકળો ઘરની બહાર. સાથે જ પાણીમાં ફસાયેલા લોકો ટ્વિટ કે હેલ્પલાઇન નંબર પર ફોન કરી મદદ માંગી શકે છે.

|
Google Oneindia Gujarati News

મુંબઇમાં પાછલા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. અનેક જગ્યાએ પાણી ભરાયું છે અને ઠેર ઠેર લોકો વિજળી વગર અંધારા અને પાણીની વચ્ચે જીવી રહ્યા છે. સાથે જ સમગ્ર મુંબઇનું સામાન્ય જન જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. ત્યારે બૃહદ મુંબઇ મહાનગર પાલિકા બીએમસીએ પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. તમે 1916 પર ફોન કરી બીએમસી કર્મચારીઓની મદદ કરી શકો છો. સાથે જ તમે મુંબઇ પોલીસને પણ 100 નંબર ડાયલ કરીને તમારી મદદ માટે બોલાવી શકો છો. સાથે જ મુખ્યમંત્રી ફડણવીશે જણાવ્યું છે કે તમે ટ્વિટ કરીને પણ વરસાદની જાણકારી આપવાની વાત કરી છે.

mumbai rain

વધુમાં હવામાન વિભાગે મંગળવારે 4:35 સુધી હાઇ ટાઇડની ચેતવણી આપી છે. હવામાન વિભાગની ચેતવણી પછી મહારાષ્ટ્ર સરકારે તેના તમામ કાર્યાલયોને નિર્દેશ જાહેર કર્યો છે કે તે પોતાના કર્મચારીઓને ઘરે જવાની રજા આપે. ઠાણે, બ્રાંદ્રા, વર્લીમાં ભારે વરસાદના કારણે જલભરાવ થયો છે. અને બ્રાંદ્રા રેલ્વે સ્ટેશન પર પણ વરસાદના કારણે લોકલ ટ્રેન સેવાઓ પ્રભાવિત થઇ છે. ત્યારે ટ્રાફિક પોલીસથી લઇને પ્રસાશન દ્વારા બનતા વરસાદમાં ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સાથે જ મુંબઇના લોકો પણ એક બીજાને સહાય કરી રહ્યા છે.

English summary
Mumbai Rains: BMC Issues Emergency Number 1916
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X