For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: ભારે વરસાદના કારણે મુંબઈ થયુ જળબંબાકાર, વાહન વ્યવહાર પ્રભાવિત

વરસાદના કારણે મુંબઈનો ધારાવી વિસ્તાર જળબંબાકાર છે જેની અસર વાહન વ્યવહાર પર પડી છે.

|
Google Oneindia Gujarati News

ગરમીની માર ઝેલી રહેલ માયાનગરી મુંબઈમાં શુક્રવારે ઝમાઝમ વરસાદ થયો છે. જેનાથી લોકોને રાહત મળી છે. ભારે વરસાદના કારણ અહીંનુ તાપમાન ઘટીને 27 ડિગ્રી સેલ્સિયલ થઈ ગયુ છે. જો કે ભારે વરસાદના કારણે ઘણી જગ્યાએ જામની સ્થિતિ પણ થઈ છે. ભારે વરસાદના કારણે મુંબઈના ધારાવી વિસ્તારમાં જળબંબાકાર છે જેની અસર વાહન વ્યવહાર પર પડી છે. વળી, મુંબઈ પાસેના પાલઘરમાં પણ જોરદાર વરસાદ થઈ રહ્યો છે. સાંતાક્રૂઝ, અંધેરી, બોરિવલી અને કાંદિવલીમાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે અને તેની અસર મુંબઈની લોકલ પર પણ પડી છે.

આ પણ વાંચોઃ તેલંગાનાના વરિષ્ઠ કોંગ્રેસ નેતા બોલ્યા, પ્રિયંકા ગાંધીને સોંપો કમાનઆ પણ વાંચોઃ તેલંગાનાના વરિષ્ઠ કોંગ્રેસ નેતા બોલ્યા, પ્રિયંકા ગાંધીને સોંપો કમાન

ભારે વરસાદના કારણે મુંબઈમાં ઠેર ઠેર પાણી

ઘણી બધી લોકલ ટ્રેનો પોતાના નિર્ધારિત સમયથી મોડી ચાલી રહી છે. સૌથી વધુ મુશ્કેલી ઓફિસ જતા લોકોને પડી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભાર વરસાદ હજુ ચાલુ રહી શકે છે. વળી, ઔરંગાબાદમાં પણ ગુરુવારે રાતથી સારો વરસાદ થઈ રહ્યો છે અને મરાઠાવાડમાં પણ વરસાદ ચાલુ છે.

આગામી 48 કલાકમાં મુંબઈમાં 100 મીમી સુધી વરસાદ થઈ શકે છે

આ પહેલા હવામાન વિભાગે ગુરુવારે કહ્યુ હતુ કે મોન્સુન મુંબઈ સાથે સાથે દક્ષિણ ગુજરાતના કોંકણમાં પહોંચી ચૂક્યુ છે જેનાથી અહીં આગામી થોડા દિવસો સુધી જોરદાર વરસાદ થઈ શકે છે. હવામાનની જાણકારી આપનાર ખાનગી એજન્સી સ્કાઈમેટે મુંબઈમાં ભારે વરસાદનું અનુમાન લગાવીને કહ્યુ હતુ કે આગામી 48 કલાકમાં મુંબઈમાં 100 મીમી સુધી વરસાદ થઈ શકે છે. સ્કાઈમેટે મુંબઈ ઉપરાંત અલીબાગ, કોલ્હાપુર, નાગપુર, પાલઘર, પૂણે, રાયગઢ અને ઠાણેમાં પણ વરસાદનું અનુમાન વ્યક્ત કર્યુ હતુ.

મોન્સુન સિઝનમાં વરસાદ ઘટ્યો

મોન્સુન સિઝનના સતત ચોથા સપ્તાહમાં પણ વરસાદ ઓછો જોવા મળ્યો છે. એવામાં જો વધુ બે સપ્તાહ વરસાદ ન થયો તો દેશમાં દુષ્કાળ પડવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઓછા વરસાદના કારણે મોંઘવારી પણ વધી શકે છે. ઈંડિટ્રેડ ડેરિવેટિવ્સ એન્ડ કોમોડિટીઝ મુજબ જો મોન્સુન બેથી ત્રણ સપ્તાહની અંદર કમબેક નહિ કરે તો આખી સિઝન બેકાર થઈ શકે છે. ઝારખંડમાં 53%, પશ્ચિમ બંગાળમાં 51%, બિહારમાં 34% ઓછો વરસાદ થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસર લગભગ દરેક રાજ્યમાં સરેરાશ ઓછો વરસાદ નોંધવામાં આવ્યો છે.

English summary
Mumbai, rains finally lashed the city on Friday. Large parts of India, meanwhile, remain parched.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X