For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્રાઇમ રેટ ઘટાડવા મુંબઇની સ્કૂલ બસોમાં લાગશે સીસીટીવી કેમેરા

|
Google Oneindia Gujarati News

school bus
મુંબઇ, 7 માર્ચ : મુંબઇમાં વધતા જતા ક્રાઇમરેટને કાબૂમાં લેવા મુંબઇ પોલીસ દ્વારા સમયાંતરે નવી નવી પધ્ધતિઓ શોધીને અમલમાં મૂકવામાં આવે છે. આવી જ એક પધ્ધતિના ભાગ રૂપે હવે મુંબઇની શાળાની બસોમાં સીસીટીવી કેમેરા મૂકવામાં આવશે. આ માટે મુંબઇ પોલીસે દરેક શાળાઓને સૂચના આપી છે કે તે સ્કૂલ બસોમાં ક્લોજ સર્કિટ કેમેરા લગાવે.

વાત અહીંથી પૂરી થતી નથી. બાળકોના જીવનની સુરક્ષા માટે પોલીસે શાળાઓને એમ પણ જણાવ્યું છે કે દરેક શાળાઓ ડ્રાઇવર્સની આંખોનો નિયમિત ચેક-અપ કરે. દર છ મહિને તેમની નેત્ર દ્રષ્ટિની તપાસ કરાવવામાં આવે. આ ઉપરાંત તેમની ઓળખની પણ ખાતરી કરવામાં આવે.

આ અંગે એક પોલીસ અધિકારીનું કહેવું છે કે "અમે શાળાઓને ઓછામાં ઓછો 15 દિવસનો રેકોર્ડિંગ ડેટા ઉપલબ્ધ રહે તેવી રીતે સીસીટીવી ઇન્સ્ટોલ કરવા જણાવ્યું છે." આ ઉપરાંત સ્કૂલ સત્તાવાળાઓએ ડ્રાઇવર અને કન્ડક્ટરની સાથે વાહનના તમામ જરૂરી દસ્તાવેજો, ડ્રાઇવરનું લાયસન્સ, ઇન્શ્યોરન્સ અને વાહનમાં કોઇ ખામી નથી તેનું ધ્યાન રાખવાનો આદેશ પણ આપ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર બસની બારીઓ આડી જ ફિટ થયેલી હોવી જોઇએ. આ ઉપરાંત બસ ચલાવતા સમયે ડ્રાઇવર કન્ડક્ટર્સે આલ્કોહોલનું સેવન કર્યું નથી તે ચેક કરવા માટે પણ નિયમિત તપાસ હાથ ધરશે. આ પ્રકારના પગલાં શહેરમાં શોષણના વધતા જતા બનાવોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી મહિનામાં 35 વર્ષના એક બસ કન્ડક્ટરે જૂહૂની એક સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું ચાલતી બસે શારીરિક શોષણ કર્યું હતું. આ ઉપરાંત મલાડમાં પણ એક બસ ક્લિનરે 3 વર્ષની એક બાળકીનું શારીરિક શોષણ કર્યું હતું. ત્યાર બાદ ક્લિનરની ધરપકડ કરવામાં આવી હતી.

English summary
Mumbai police taking serious steps to beat crime in Mumbai. In this regards police issue notification to installs CCTV cameras in school buses.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X