For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈની ડ્રામા સ્કૂલ શરૂ કરી રહ્યુ છે 'એકલવ્ય ઓનલાઈન સ્કૂલ ઑફ ડ્રામા'

ડ્રામા સ્કૂલ ઑફ મુંબઈ દ્વારા થિયેટર પ્રોફેશનલ અને ડ્રામા સ્કૂલ ઑફ મુંબઈના હેડ જેહાન માણેકશાની આગેવાની હેઠળ ઈ-લર્નિંગ પ્રોજેક્ટ 'એકલવ્ય' શરૂ કરવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ કોરોના મહામારીના કારણે લાગેલા નિયંત્રણોના કારણે છેલ્લા ઘણા સમયથી નાટ્ય અને કલા ક્ષેત્રનુ શિક્ષણ જાણે કે થંભી ગયુ હતુ. ડ્રામા સ્કૂલ ઑફ મુંબઈ દ્વારા થિયેટર પ્રોફેશનલ અને ડ્રામા સ્કૂલ ઑફ મુંબઈના હેડ જેહાન માણેકશાની આગેવાની હેઠળ ઈ-લર્નિંગ પ્રોજેક્ટ 'એકલવ્ય' શરૂ કરવામાં આવ્યો છે જેમાં દેશભરમાંથી નાટ્ય, લેખન અને દિગ્દર્શનમાં રસ ધરાવતા લોકો માટે ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા થિયેટર કોર્સ શરૂ કરવામાં આવ્યા છે જેના દ્વારા તમે કલાકાર અને વાર્તાકાર તરીકેની પોતાની આગવી ઓળખ ઉભી કરી શકશો. આ 8 કોર્સ કલાકાર અને દિગ્દર્શક મનીષ વર્મા, વોઈસ અને ડાયલેક્ટ કોચ હેતલ વારિયા અને જેહાન માણેકશા દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યા છે. થિયેટર દિવસ(27 માર્ચ)ના રોજ એકલવ્ય ઓનલાઈન કોર્સ લૉન્ચ કરવામાં આવશે.

eklavya

આ સંદર્ભમાં આજે એક પ્રેસ કૉન્ફરન્સ આયોજિત કરવામાં આવી જેમાં અભિનેતા કુણાલ કપૂર, ઋચા ચઢ્ઢા અને સ્વરા ભાસ્કર પણ ઉપસ્થિત હતા. તેમણે પણ જણાવ્યુ કે કેવી રીતે ઑનલાઈન કોર્સ એ લોકો સુધી પહોંચી શકે છે જેઓ નાટક શીખવા અને અભિનયમાં પોતાનુ કરિયર બનાવવાનુ પસંદ કરે છે. મીડિયાને સંબોધિત કરતા મુંબઈ સ્કૂલ ઑફ ડ્રામાના હેડ જેહાન માણેકશા કહ્યુ કે, 'આ કોર્સનુ સૌથી મહત્વનુ પાસુ એ છે કે નાના શહેરો અને ટાઉન કે ગામના થિયેટરપ્રેમીઓ વચ્ચે આત્મનિર્ભરતાને સક્ષમ બનાવવાનો છે. અમારી પાસે દર વર્ષે એવા વિદ્યાર્થીઓ હોય છે જેમને થિયેટર પ્રત્યે ઝૂકાવ હોય, સક્ષમ હોય, પેશનેટ હોય પરંતુ કોર્સની ફી, આ પ્રકારનુ કરિયર બનાવવા માટે મોટા શહેરમાં ટ્રાન્સફર થવા જેવા કારણોસર તેઓ આ કોર્સ કરી શકતા નથી. અમે વિદ્યાર્થીઓ માટે સ્કૉલરિપની પણ સુવિધા આપી છે. હોમ ટાઉનમાં રહીને જ સ્કીલ અને કૉન્ફીડન્સ ડેવલપ કરવા માટે એકલવ્ય મદદ કરશે કે જ્યાં વિદ્યાર્થીઓ પોતાના પરિવારને કન્વીન્સ કરી શકશે અને આ કરિયર આખરે શું છે તે માટે પોતાને મૂળભૂત રીતે તૈયાર કરી શકશે.

કોરોના મહામારીમાં શાળાકીય શિક્ષણ, ડાંસ, યોગ જેવા દરેક પ્રકારના અભ્યાસ ટેકનિક અને રીતો છે જે આપણે ડિજિટલ પ્લેટફોર્મથી શીખી શકીએ છીએ. ઓનલાઈન માધ્યમથી તમે દેશભરના લોકો સુધી પહોંચી શકો છો. માણેકશાએ વધુમાં જણાવ્યુ કે પ્રથમ કોર્સ બ્રેકિંગ ઓપન કેરેક્ટર્સ ફ્રી રાખવામાં આવ્યો છે જેમાં આપણે જે પણ વ્યક્તિના સંપર્કમાં આવીએ તેની એક અલગ કહાની છે, તેને જોવા, સાંભળવા અને સમજવામાં, દુનિયાને જોવાનો એક અલગ દ્રષ્ટિકોણ આપે છે. તમારી આસપાસની દુનિયામાં તમે વધુ સારી રીતે કનેક્ટ થઈ શકશો. આ પ્રકારની કોર્સથી તમે પોતાને વધુ સારી રીતે જાણી શકશો. કેવી રીતે ચાલવુ, વિચારવુ, બોલવુ, બૉડી લેન્ગ્વેજથી આપોઆપ તમારામાં ચેન્જ આવશે.

મીડિયાને સંબોધિત કરતા સ્વરા ભાસ્કરે જણાવ્યુ કે મને લાગે છે કે મે જે અનુભવ્યુ છે, તે એ છે કે જ્યારે તમે નાટકની કલામાં પ્રશિક્ષિત હોય ત્યારે તમે એ ક્રાફ્ટ વિશે અને એ ક્રાફ્ટનો ઉપયોગ કેવી રીતે કરવો તે માટે જાગૃત થાવ છો. થિયેટર એક અલગ માધ્યમ અલગ છે કારણકે તે તમને સ્ટેજ પર દર્શકો સામે પર્ફોર્મ કરવામાં મદદ કરે છે. ડ્રામા કોર્સ શીખવાથી તમને અલગ અલગ માધ્યમોમાં કેવી રીતે પર્ફોર્મ કરવુ તે જાણી શકો છો. કેમેરા, ઑડિશનની કલા, બીજા વચ્ચે સ્ક્રિપ્ટનુ એનાલીસીસ જેવા કોર્સ શરૂ થવાના છે. દરેક કોર્સમાં લગભગ 8થી 10 કલાકનુ કામ હોય છે અને કોર્સના દરેક સ્ટેપમાં આશરે 45 મિનિટથી એક કલાકનો સમય લાગે છે. કોર્સ દરેક જણ માટે ઓપન છે પહેલા કોર્સ ફ્રી છે જ્યારે બાકીના કોર્સની ફી રૂ.2500-રૂ3000 સુધીની છે. અમારો ધ્યેય વિવિધ સ્થાનિક ભાષાઓમાં પણ કોર્સ ઉપલબ્ધ કરાવવાનો છે.

કોરોનાના કારણે રંગમાં ભંગ, આ રાજ્યોમાં સાર્વજનિક હોળી મનાવવા પર લાગ્યો બેન, જાણો શું છે ગાઈડલાઈન્સકોરોનાના કારણે રંગમાં ભંગ, આ રાજ્યોમાં સાર્વજનિક હોળી મનાવવા પર લાગ્યો બેન, જાણો શું છે ગાઈડલાઈન્સ

English summary
Mumbai school of drama starts 'Eklavya online school of drama' at your door step.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X