For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આલોકનાથ મામલે સેશન્સ કોર્ટે કહ્યુ, ‘પોતાના ફાયદા માટે વિંતાએ સમયે ફરિયાદ ન કરી'

કોર્ટે કહ્યુ કે વિંતાએ ઘટનાના 19 વર્ષ બાદ કેસ ફાઈલ કરાવ્યો છે. એવામાં શંકા છે કે વિંતાએ પોતાના ફાયદાને ધ્યાનમાં રાખીને ઘટના પછી તરત જ ફરિયાદ ન કરી.

|
Google Oneindia Gujarati News

થોડા સમય પહેલા મીટુ અભિયાન હેઠળ લેખિકા વિંતા નંદાએ અભિનેતા આલોક નાથ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. 19 વર્ષ પહેલા આ મામલે વિંતાના આરોપો પર સુનાવણી દરમિયાન મુંબઈની સેશન્સ કોર્ટે આલોક નાથને આગોતરા જામીન આપી દીધા છે. આ દરમિયાન કોર્ટે કહ્યુ કે વિંતાએ ઘટનાના 19 વર્ષ બાદ કેસ ફાઈલ કરાવ્યો છે. એવામાં શંકા છે કે વિંતાએ પોતાના ફાયદાને ધ્યાનમાં રાખીને ઘટના પછી તરત જ ફરિયાદ ન કરી. કોર્ટે કહ્યુ કે આલોકનાથના નિર્દોષ હોવાની સંભાવનાથી ઈનકાર ન કરી શકાય.

વિંતા દ્વારા લગાવાયેલા આરોપ વિરોધાભાસી

વિંતા દ્વારા લગાવાયેલા આરોપ વિરોધાભાસી

કોર્ટે એ પણ કહ્યુ કે વિંતા નંદા અનુસાર ઘટના તેમના ઘરે બની હતી. એવામાં તેમના દ્વારા પુરાવા નષ્ટ કરાયાની સંભાવના છે. વિંતાનું કહેવુ છે કે તેમણે એટલા માટે પહેલા ફરિયાદ નહોતી કરી કારણકે તેમને લાગ્યુ કે આલોક મોટા સ્ટાર છે અને કોઈ તેમની વાત પર વિશ્વાસ નહી કરે. સેશન કોર્ટે કહ્યુ કે આલોક નાથ દ્વારા વિંતાને ધમકાવ્યાનો પણ કોઈ રેકોર્ડ નથી જેના ડરથી વિંતાએ ફરિયાદ ન કરી હોય. કોર્ટે આલોકનાથના વકીલની દલીલને ધ્યાનમાં રાખીને કહ્યુ કે વિંતા દ્વારા લગાવાયેલા આરોપ વિરોધાભાસી છે.

આલોક નાથે જણાવ્યુ મૌન રહેવાનું કારણ

આલોક નાથે જણાવ્યુ મૌન રહેવાનું કારણ

ઉલ્લેખનીય છે કે આલોકનાથને જ્યારે આગોતરા જામીન મળ્યા ત્યારે તેમણે ખુલીને પોતાના મૌનનું કારણ જણાવ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે હું ચૂપ હતો કારણકે માનનીય કોર્ટ અને મારા પોતાના વકીલોએ મને ચૂપ રહેવાની સલાહ આપી હતી. કદાચ ગુસ્સામાં મોઢામાંથી અમુક શબ્દો નીકળ્યા હોય નહિતર હું પૂરો સમય શાંત રહ્યો. હજુ પણ કોઈ ટિપ્પણી કરવી મારા માટે ઠીક નથી પરંતુ મને આગોતરા જામીન મળ્યા છે અને એના માટે અમે આભારી છીએ. આ ઉપરાંત તેમણે કહ્યુ કે જ્યારે પણ બોલવાની હાલતમાં હશે ત્યારે ખુલીને વાત કરશે. વળી તેમણે પોતાની પત્ની આશુનો ઉલ્લેખ કરતા કહ્યુ કે તે મારા માટે એક શક્તિ સ્તંભ છે હું તેનો અને ભગવાનનો આભારી છુ તે આખા સફરમાં મારી સાથે રહ્યા.

લોકોના સાથના કારણે હું આ લડાઈમાં ટકી છુ

લોકોના સાથના કારણે હું આ લડાઈમાં ટકી છુ

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા વિંતા નંદા જ્યારે લાડલી પહેલની ભાગદારીમાં સ્ક્રીન રાઈટર્સ એસોસિએશન દ્વારા '#MeToo' પર આયોજિત એક પેનલ ડિસ્કશનમાં પહોંચી હતી ત્યારે તેમણે કહ્યુ હતુ કે આલોકનાથ સામે મારી આ લડાઈનો કોઈ અંત નથી. મી ટુ અભિયાન હેઠળ મે કોઈ પ્લાનિંગ વિના ફરિયાદ કરી. ના તો આ ઘટનાના કોઈ પુરાવા હું લાવી શકુ છુ કે આવુ ન બનવાના કોઈ પુરાવા આલોકનાથ લાવી શકે છે. અમે કેમ આ કેસ અદાલતમાં લડી રહ્યા છે? અમે સમય બરબાદ કરી રહ્યા છે? લોકોના સાથના કારણે હું આ લડાઈમાં ટકી છુ.

આ પણ વાંચોઃ ભાજપે કમલનાથ સરકાર પડી ભાંગવા આપ્યો 100 કરોડનો પ્રસ્તાવઃ દિગ્વિજય સિંહઆ પણ વાંચોઃ ભાજપે કમલનાથ સરકાર પડી ભાંગવા આપ્યો 100 કરોડનો પ્રસ્તાવઃ દિગ્વિજય સિંહ

English summary
mumbai session court says Vinta Nanda accused Alok Nath of rape for own benefit
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X