ખોટી રીતે સ્પર્શતા FIR લખાવવા ગયેલી ટ્રાન્સવુમનને પોલિસે કહ્યુ, પહેલા જેંડર સાબિત કરો
મુંબઈ સેન્ટ્રલમાં રેલવે પોલિસ પર એક ટ્રાન્સજેંડર વુમન (ટ્રાન્સવુમન) એ ગંભીર આરોપ લગાવ્યો છે. 50 વર્ષીય ટ્રાન્સવુમનનુ કહેવુ છે કે તેની સાથે છેડતીની ઘટનાની રિપોર્ટ લખાવવા માટે જ્યારે તે પોલિસ સ્ટશનમાં એફઆઈઆર નોંધાવવા માટે પહોંચી તો તેને લિંગ સાબિત કરવા માટે કહેવામાં આવ્યુ. આ કેસમાં છેડતી કરનાર આરોપીની ઓળખ પ્રકાશ દેવેન્દ્ર ભટ્ટ તરીકે કરવામાં આવી છે. ટ્રાન્સજેંડર મહિલાએ પોલિસ પર આરોપીની ધરપકડ ન કરવાનો પણ આરોપ લગાવ્યો. અંગ્રેજી અખબાર હિંદુસ્તાન ટાઈમ્સમાં પ્રકાશિત સમાચાર મુજબ ટ્રાન્સવુમને આ ઘટનાને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રકાશમાં લાવી.

ટ્રેનમાં આરોપીએ ખોટી રીતે સ્પર્શ કર્યો
પીડિતે સોશિયલ મીડિયા પર આ ઘટનાને પ્રકાશમાં લાવતા લખ્યુ કે તેને આરોપીએ ખોટી રીતે સ્પર્થ કર્યો. તેણે જણાવ્યુ કે ઘટના દાદર સ્ટેશન પર બની હતી. તે નવી મુંબઈથી ટ્રેનમાં આવી રહી હતી જ્યારે ગોરેગાંવવાળી ટ્રેન પકડવા માટે તે દાદર સ્ટેશને ઉતરી તો આરોપીએ તેને ખોટી રીતે સ્પર્શ કર્યો અને ભદ્દા ઈશારા કર્યા. પીડિતા તરત જ જીઆરપી પોલિસ સ્ટેશન પહોંચી અને ફરિયાદ નોંધાવવા માટે કહ્યુ પરંતુ પોલિસ આનાકાની કરવા લાગી.

જેંડર સર્ટિફિકેટ માંગ્યુ,મહિલા અધિકારીને તપાસ માટે કહ્યુ
પીડિતાએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ કે તેને એફઆઈઆર નોંધાવતા પહેલા જેંડર સર્ટિફિકેટ રજૂ કરવા માટે કહેવામાં આવ્યુ. આરોપ મુજબ પોલિસે મહિલા અધિકારીઓને તેનુ પરીક્ષણ કરવા માટે પણ કહ્યુ. પીડિતે પોલિસને કહ્યુ તે તેની છેડતી કરીને તેને ઘાયર કરી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃ દત્તક લીધેલા પુત્રની પત્ની કરતી હતી મારપીટ, 70 વર્ષની મહિલાએ આપ્યો પોતાના બાળકને જન્મ

સર્ટિફિકેટ બાદ પોલિસે નોંધ્યો કેસ, આરોપીની ધરપકડ
બાદમાં પીડિતાએ પોલિસને જેંડર સર્ટિફિકેટ સોંપ્યુ અને પુરાવા સોંપ્યાના બે કલાક બાદજ પોલિસે એફઆઈઆર નોંધી. આ કેસમાં આરોપીની શુક્રવારે રાતે ધરપકડ કરવામાં આવી. પોલિસે આ કેસમાં આરોપી સે મહિલાની ગરિમા ભંગ કરવા અને ગુનાહિત હરકત કરવા માટે કલમ 354 હેઠળ કેસ નોંધ્યો અને તેને કોર્ટ સમક્ષ હાજર કર્યો. ટ્રાન્સજેંડર મહિલાએ જણાવ્યુ કે નિઃસંદેહ પોલિસ તેની મદદ કરવા ઈચ્છતી હતી પરંતુ તે પહેલા તેનુ જેંડર જોવા ઈચ્છતા હતા.