મુંબઇની દહીં-હાંડીમાં થઇ બે લોકોની મોત, 197 ઇજાગ્રસ્ત
દર વર્ષની જેમ આ વર્ષે પણ મુંબઇમાં મોટા પાયે જનમાષ્ઠમી પર દહીં-હાંડીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પણ આ વર્ષે પાલઘર અને પેરોલી જિલ્લામાં દહીં-હાંડી વખતે 2 ગોવિંદોઓની મોત થઇ છે. જ્યારે કુલ 197 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઉલ્લેખનીય છે કે આ મોત એક યુવકને વાઇ આવવાથી અને અન્યને કરંટ લાગવાના કારણે થઇ હતી. સામાન્ય રીતે દહીં-હાંડી વખતે સાવચેતીના તમામ પગલાં લેવામાં આવે છે પણ તેમ દર વખતે લોકો ઇજાગ્રસ્ત થતા હોય છે. પણ આ વખતે બે ગોવિંદાના મોત થતા મામલો ગરમાયો છે.
(ફાઇલ ફોટો)
ઉલ્લેખનીય છે કે કોર્ટે 14 વર્ષથી ઓછી ઉંમરના ગોવિંદાને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પ્રતિબંધ મૂક્યો છે. તેમ છતાં આમાં નાની ઉંમરના બાળકો પણ ભાગ લેતા હોય છે. જેનો અનેક હ્યુમન રાઇટ અને ચાઇલ્ડ વેરફેર સંસ્થાઓ વિરોધ કરતી આવી છે. વળી દર વર્ષે પૈસાની લાલચ સાથે ઊંચી ઊંચી હાંડી પણ બાંધવામાં આવે છે જેના કારણે પણ આવી ઘટનાઓ વધવા પામી છે. જે ચિંતાજનક વાત છે.