For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વીડિયો: 4 વર્ષની બાળકીને મહિલાએ લાતો અને મુક્કાથી મારી

મુંબઈ પોલીસે ચાર વર્ષની બાળકી સાથે મારપીટ કરવા અને તેને લૂંટવાના આરોપમાં એક મહિલાની ધરપકડ કરી છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈ પોલીસે ચાર વર્ષની બાળકી સાથે મારપીટ કરવા અને તેને લૂંટવાના આરોપમાં એક મહિલાની ધરપકડ કરી છે. મુંબઈના ટ્રામબી વિસ્તારમાં મહિલાએ એક બાળકીને વસાહતી બિલ્ડિંગની લિફ્ટમાં મારી અને તેના પૈસા પણ ખુંચવી લીધા. આ આખી ઘટના લિફ્ટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ. વીડિયોમાં બાળકી સાથે મારપીટ કરી રહેલી મહિલાની ઓળખ રિઝવાના બેગમ તરીકે થઇ છે.

video

મુંબઈ પોલીસના એક વરિષ્ઠ અધિકારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે મહિલાની ઘટનાને દિવસે જ ધરપકડ કરવામાં આવી હતી. તેના પર આઇપીસી ધારા 394 હેઠળ મામલો પણ નોંધી લેવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે રિઝવાનાએ લિફ્ટમાં ચાર વર્ષની બાળકી સાથે મારપીટ કરી અને તેની સોનાની ઈયરરિંગ્સ પણ ખુંચવી લીધી. પોલીસે રિઝવાના પાસેથી આ ઈયરરિંગ્સ પણ જપ્ત કરી છે.

આ ઘટનાનો વીડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં મહિલા લિફ્ટમાં ચાર વર્ષની બાળકીને ખુબ જ ખરાબ રીતે મારતી જોવા મળી રહી છે. પોલીસે આ મામલે આગળની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: વીડિયો: ટાર્ગેટ પૂરો નહીં થવા પર પેશાબ પીવડાવ્યો અને વંદા ખવડાવ્યા

English summary
Mumbai: Woman Beats And Rob Four-Year-Old Girl In Lift, Arrested
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X