For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ યુવકે લોકો માટે કર્યું કંઈક આવું કામ, થઇ રહ્યા છે વખાણ

જ્યાં રોજ ઘર અને હોટેલોમાં જમવાનું બરબાદ થઇ રહ્યું છે કે ત્યાં કેટલાક લોકો એવા પણ છે જેમને આખા દિવસમાં જમવા માટે કઈ પણ મળતું નથી.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

જ્યાં રોજ ઘર અને હોટેલોમાં જમવાનું બરબાદ થઇ રહ્યું છે કે ત્યાં કેટલાક લોકો એવા પણ છે જેમને આખા દિવસમાં જમવા માટે કઈ પણ મળતું નથી. આવા લોકોની મદદ કરવા માટે એક યુવકે કંઈક એવું કામ કર્યું છે, જેને કારણે આજે ચારે તરફ તેના વખાણ થઇ રહ્યા છે. વિષબ મહેતા નામના એક ફેસબૂક યુઝરે બરબાદ થઇ રહેલું ભોજન જરૂરિયાત ધરાવતા લોકો સુધી પહોચાડ્યું. વિષબ મહેતા જયારે ફ્લાઈટમાં મુસાફરી રહ્યા હતા ત્યારે તેમને જોયું કે લોકો ખાવાનું ખાતા જ નથી. ત્યારપછી તેમને જે જમવાનું જરૂરિયાત ધરાવતા લોકો સુધી પહોંચાડવાનું નક્કી કર્યું.

inspirational

મુંબઈના વિષબ મહેતાએ તે જમવાનું ભેગું કર્યું જેને ફ્લાઈટમાં કોઈએ પણ ખાધું ના હતું. ત્યારપછી તેને તે ખોરાક જરૂરિયાત ધરાવતા લોકો સુધી પહોંચાડ્યો. આ વાત ફેસબૂક પર શેર કરતા વિષબ મહેતાએ લખ્યું કે 'હું એર ઇન્ડિયા ફ્લાઈટ ઘ્વારા મુંબઈ થી જયપુર જઈ રહ્યો હતો. તેમાં બધાને ફ્રી જમવાનું મળે છે. એટલા માટે તેને નક્કી કર્યું કે તેઓ એવો ખોરાક બરબાદ નહીં થવા દે જેને કોઈએ પણ ખાધો નથી. ફ્લાઈટ સ્ટાફ જયારે જમવાનું વહેંચી રહ્યા હતા ત્યારે તેને ખોરાક ભેગો કરવા માટે એક બેગ માંગી'.

મુંબઈના વિષબ મહેતાએ ફ્લાઈટ સ્ટાફના વખાણ કરતા જણાવ્યું કે ફ્લાઈટ સ્ટાફ ઘણો જ સપોર્ટિંગ હતો તેમને કહ્યું કે તેઓ એક ટ્રેમાં બધો જ વધેલો ખોરાક ભેગો કરો લેશે. ફ્લાઈટ સ્ટાફ ઘ્વારા જયારે ખોરાક ભેગો કરવામાં આવ્યો ત્યારે તેમાં 70 બન બર્ગર, 50 બર્ગર પોકેટ અને 30 ચોકલેટ હતી. વિષબ મહેતાએ જણાવ્યું કે આ બધો જ ખોરાક તેને જરૂરિયાત ધરાવતા બાળકો અને મોટાઓમાં વહેંચી દીધો. તેની સાથે સાથે તેની એવી પણ અપીલ કરી કે ખોરાક આવી રીતે બરબાદ કરવો નથી તેના કરતા તેઓ તેને જરૂરિયાત ધરાવતા લોકોમાં વહેચી દે. વિષબ મહેતા ઘ્વારા ભરવામાં આવેલા પગલાંની માટે બધા જ તેના વખાણ કરી રહ્યા છે.

English summary
Mumbaikar Vishab Mehta Collected Uneated Food From Air India Flight And Gave Them To Hungry People.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X